________________ ખ્રિસ્તી ધર્મ 163 પછીથી હિબ્રૂ સિપાઈઓએ જિસસને વધ થંભે લટકાવી, એમના હાથપર ખીલા મારી ખૂબ કરુણ રીતે એમના જીવનનો અંત લાવવા પ્રયત્ન આદર્યો. આવું દૈહિક કટ છતાં જિસસે ખૂબ શાંતિ અને રવસ્થતાપૂર્વક પોતાના જીવનનું બલિદાન કર્યું અને એમ કરતાં કહ્યું : “પરમ પિતા ! તું એમને માફ કર, કારણ કે તેમને ખબર નથી કે તેઓ શું કરે છે.” પરંતુ આ તો જિસસના પાર્થિવ દેહનું સમર્પણ હતું. જિસસનું પુનરુત્થાન એ જ ખ્રિસ્તી ધર્મને મહત્ત્વને પ્રસંગ છે. એમની દફન-વિધિના ત્રીજા દિવસે જિસસ કબરમાંથી ઊઠયા અને ત્યાર પછી ચાલીસ દિવસ આ પૃથ્વી પર રહ્યા. જિસસને જ્યારે ઘાતકી રીતે મારી નાખવામાં આવ્યા ત્યારે તેમના અનુયાયીઓમાં ગ્લાનિ ફેલાય એ રવાભાવિક હતું. પરંતુ જ્યારે એ અનુયાયીઓને જિસસને પ્રત્યક્ષ અનુભવ ફરીથી થશે ત્યારે તેમને ખાતરી થઈ કે જિસસ અહર્નિશ જીવંત છે. તેમણે જિસસને પ્રભુ-થાને સ્થાપ્યા અને તે રીતે તેમની પૂજા કરવા લાગ્યા. જિસસના પુનરુથાનને એમણે એમના ધર્મના પાયા તરીકે સ્વીકાર્યો. ખ્રિસ્તી ધર્મની શરૂઆતને આ કાળ ઈ. સ.ના લગભગ ૫ના વર્ષમાં પૂરો થાય છે. એ સમય દરમ્યાન ખ્રિસ્તી ધર્મ માટે એક વાતાવરણ જામ્યું હતું ખરું. પરંતુ એક વ્યવસ્થિત ધર્મ તરીકે એની પ્રસ્થાપના હજી બાકી હતી. આ પછીના કાળમાં આ પ્રયત્ન થયો અને એના મુખ્ય પ્રણેના સંત પલ રહ્યા. ક, સંત પોલ : ખ્રિરતીધર્મને વ્યવસ્થિત ધર્મનું સ્વરૂપ આપવામાં મહત્ત્વનો ફાળો સંત પેલો છે. એમણે પોતે જિસસને કદી જોયા હોય કે ઉપદેશ આપતા સાંભળ્યા હોય એવું જાણવામાં નથી. એથી ઊલટું સેલ (પલનું મૂળ નામ) પિતે એક ચુસ્ત હિબ્ર હતા અને ખ્રિસ્તી ધર્મના પ્રબળ ટીકાકાર હતા. ખ્રિસ્તીઓને માટે એમને એટલી તે ઘણા હતી કે તેઓ તેમને જેરૂસલેમના ન્યાયાલયમાં ખેંચી જતા અને એમને મારી નાખતા. સંત પંલ ખૂબ વિચક્ષણ આદમી હતા. પિતે તીક્ષણ બુદ્ધિમત્તા ધરાવતા હવા ઉપરાંત પિતાના સમયના ધાર્મિક પ્રવાહ અને પ્રવૃત્તિઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. તે સમયના પ્રવર્તમાન હિબ્રધર્મ, મિથેરિયન ધર્મ અને એલેકઝાંઝિયન ધર્મ વિશે એમને ઊંડું જ્ઞાન હતું. 4 Father! Forgive them, for they do not know what they are doing.