________________ ખ્રિસ્તી ધર્મ 165 ખ, નવા કરારની ગૂંથણી : સંત પૉલના મૃત્યુ પછીના લગભગ સે વર્ષ (આશરે ઈ. સ. 70 થી ઈ. સ. 150 સુધીને ગાળો) ખ્રિસ્તી ધર્મના ધર્મગ્રંથની ગૂંથણી માટે મહત્તવનો છે. ધર્મના એક સંગઠક બળ–મંદિર–ઉપર સંત પિલે ધ્યાન આપ્યું. પરંતુ ધર્મગ્રંથ પણ ધર્મનું એક મહત્વનું સંગઠક બળ છે એ સ્વીકારાયું છે. ખ્રિસ્તી ધર્મના ઇતિહાસમાં આ ગાળા દરમ્યાન આ બળ વિકસ્યું. જિસસનું જીવનચરિત્ર લખાયું અને એમ ખ્રિસ્તી ધર્મને માટે અગત્યનું સાહિત્ય સર્જાયું. જિસસનાં ઉદબોધે અને વિચારોની જાળવણી માટે વિવિધ લખાણો થયાં. નવા કરારમાં સંત પલના પત્રોને પણ સમાવેશ કરવામાં આવ્યો. આવા સાહિત્યને ખ્રિસ્તી ધર્મના ઘડતર અને વિકાસમાં મહત્વને ફાળો રહ્યો. ગ. રામન રાજ્ય અને ખ્રિસ્તી ધર્મ : રોમન રાજ્યકર્તાઓ યહૂદીઓ હતા અને એમના ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મની ઉત્પત્તિ થઈ ખ્રિસ્તીઓ જિસસના પગલે ચાલી હિબ્રધર્મની ટીકા કરતા થયા તેથી સામાન્ય રીતે યહુદીઓએ ખ્રિસ્તીઓને હેરાન કરવા માંડ્યા. એક બાજુ સંત પિલ જેવાના પ્રયત્નોને પરિણામે ખ્રિસ્તી ધર્મ પ્રચલિત થતું હતું, તે બીજી બાજુ હિબ્રુધમીઓ અને કેટલાક રોમન રાજાઓએ ખ્રિસ્તીઓને વિટંબણામાં મૂક્યા. કોન્ટનટાઈન એ પહેલે રામન રાજા હતા, જેમણે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો. એમણે જળસંસ્કાર પણ કર્યો હતો. એક રાજાને આશ્રય મળતા ખ્રિસ્તી ધર્મને રાજ્યાશ્રય મળે અને રાજધર્મ બની ખ્રિસ્તી ધર્મને અનેકગણે વિકાસ થશે. ખ્રિસ્તી ધર્મને વ્યવસ્થિત સ્વરૂપ આપવામાં અને એનો વિકાસ કરવામાં ખ્રિસ્તી સંઘને ફાળો ઘણે જ છે એની ના નહિ. પરંતુ એ સંઘે એકત્રિત થઈ, સંગઠિત થઈ આ ફાળો આપી શકે એવી સ્થિતિ સર્જનાર પુરુષ અને પ્રસંગનું ઘણી વેળા વિસ્મરણ થાય છે. કેન્સ્ટનટાઈને પ્રથમ રોમન રાજા હતા, જેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. એટલું જ નહિ પરંતુ નાઈસિયા મુકામે ઈ. સ. ૩૨૫માં કેન્ટનટાઈને બધા જ ખ્રિસ્તી સંઘની એક પરિષદ બોલાવી. આવા પ્રકારની પરિષદ પ્રથમ જ હતી. એનું મહત્ત્વ અનેકગણું હતું એ ભુલાવું જોઈએ નહિ. આ પરિષદમાં જ કોન્ટનટાઈને ખ્રિસ્તી ધર્મને રાજ્યધર્મ તરીકે સ્વીકાર્યો, એને રાજ્યધર્મનું બિરુદ આપ્યું, એટલું જ નહિ પરંતુ એમણે ક્રોસને ખ્રિસ્તીધર્મના રાજયચિહ્ન તરીકે પણ સરકાર્યો .