________________ ધર્મોના અભ્યાસ પ્રત્યેનો અભિગમ 29 ઉત્તરોત્તર વિકાસની શક્યતા વધે છે. 2. જુદા જુદા ધર્મમાં કઈ કઈ બાબતો શાશ્વત મૂલ્યવાળી છે અને કઈ કઈ બાબતોમાં કેવી રીતે સુધારણા કરવી જરૂરી છે તેની ચોખ્ખી સમજ કેળવાય છે. આને પરિણામે ધાર્મિક સહિષ્ણુતાનો સહેજે ઉદય થાય છે અને ધર્માન્જતા તેમજ પોતાના ધર્મ અંગેનું મિથ્યા અભિમાન નિર્મળ થાય છે. 3. એક ધર્મની સુધારણામાં બીજા ધર્મનાં સારાં તત્ત્વો કઈ રીતે ઉપકારક થઈ શકે છે તેની જાણ થાય છે. આને પરિણામે જુદા જુદા ધર્મો વચ્ચે આદરની ભાવના કેળવાય છે અને તેમના વચ્ચેનો સમન્વય શક્ય બને છે. સર્વધર્મસમભાવની ભાવનાથી કરવામાં આવતા ધર્મોના તુલનાત્મક અભ્યાસની ઉપર્યુક્ત ઉપયોગિતા જોતાં એ સ્પષ્ટ થાય છે કે ધર્મોના અભ્યાસ પ્રત્યેનો આ અભિગમ એકદમ આવકારદાયક છે અને વર્તમાન સંદર્ભમાં તો ખાસ અનુસરવા યોગ્ય છે. ઉપસંહાર : ધર્મના અભ્યાસ પ્રત્યેના ઉપરના પાંચ અભિગમોમાંથી પહેલા ત્રણ નૈતિક, આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક એ ત્રણે દષ્ટિએ વાંધાજનક છે, જ્યારે છેલ્લા બે અભિગમો આ બધી દષ્ટિએ આવકારદાયક છે. આથી ધર્મો અંગેના આ પુસ્તકમાં કરવામાં આવેલા નિરૂપણમાં પ્રથમના ત્રણ અભિગમોને ટાળીને બાકીના બે અભિગમોને અનુસરવાનો યત્ન કરવામાં આવ્યો છે. 5. ધર્મના અભ્યાસમાં પવિત્ર ધર્મગ્રંથો (શાસ્ત્રો)ના અભ્યાસનું મહત્ત્વ : પ્રત્યેક ધર્મમાં અમુક ગ્રંથ કે ગ્રંથોને પવિત્ર અને પ્રમાણભૂત માનવામાં આવે છે. જગતના વિદ્યમાન અગિયાર ધર્મોમાંના પ્રત્યેકના પવિત્ર ધર્મગ્રંથ કે શાસ્ત્ર અંગેની માહિતી નીચેના કોઠામાં આપેલી છે : [ ક્રમ | ધર્મ શાસ્ત્ર હિન્દુ ધર્મ શ્રુતિ અને સ્મૃતિ જૈન ધર્મ ગણિપિટક બૌદ્ધ ધર્મ ત્રિપિટક શીખ ધર્મ ગુરુ ગ્રંથસાહેબ અને દશમગ્રંથ જરથોસ્તી ધર્મ છંદ અવસ્તા યહૂદી ધર્મ જૂનો કરાર ખ્રિસ્તી ધર્મ બાઈબલ ઇસ્લામ ધર્મ કુરાન તાઓ ધર્મ તાઓ-તે-ચિંગ કન્ફયુસ ધર્મ ક્લાસિક્સ અને બુક્સ 11 | શિન્જો ધર્મ કો-જી-કી અને નિહોન-ગી T