________________ 28 જગતના વિદ્યમાન ધર્મો કહેતા : “મારા પોતાના અભ્યાસ પરથી એક વાતને વિષે મારી ખાતરી થઈ છે. જગતના ઇતિહાસમાં ખ્રિસ્તી ધર્મ સિવાય બીજે ક્યાંય ઈશ્વરના સ્વરૂપનું સાચું નિરૂપણ થયું નથી, કે મનુષ્યની નૈતિક ભાવનાને પ્રગટ થવા માટે એ ધર્મ સિવાય બીજો કોઈ રસ્તો જડ્યો નથી, એ વિચાર ભૂલભરેલો છે; અને એમાં રહેલી ભૂલ આપણે ખ્રિસ્તીઓ સમજતા થઈએ એથી આપણને લાભ છે. વળી, ખ્રિસ્તી ધર્મના જે ગ્રંથો અત્યારે ઉપલબ્ધ છે તે પરથી ખ્રિસ્તી ધર્મ અપૂર્વ અને અદ્વિતીય નથી કરતો.” આવું મોકળું મન રાખીએ તો જ આપણે બીજાના ધર્મને સમજી શકીએ. આવી ઉદારતાને આપણા અંતરાત્માના તારેતાર જોડે વણી ન લઈએ ત્યાં સુધી તે બુદ્ધિના પ્રદેશથી ઊંડી ઊતરવા નહિ પામે. આપણે અન્ય ધર્મીઓને સમજવા ઇચ્છતા હોઈએ, તો જે કલ્પનાઓ ને ભાવનાઓથી તેમની હૃદયવીણાના તાર ઝણઝણી ઊઠતા હોય તેનો ધર્મો વચ્ચેના પારસ્પરિક આદરનો સિદ્ધાંત આપણે ત્યાં અતિ પ્રાચીનકાળથી સ્વીકારાયેલો છે એ મુદ્દાની આનંદશંકર ધ્રુવે કરેલી સ્પષ્ટતા અહીં નોંધપાત્ર છે. “સર્વ ધર્મોનો પરસ્પર આદર હોવો જોઈએ એ દૃષ્ટિ કેવળ વર્તમાનકાળમાં જ પ્રગટ થઈ છે એમ ન સમજવું. બે હજાર વર્ષ ઉપર મહારાજા અશોકે આવા સંમેલનની ઈષ્ટતા, અને સંપ્રદાયોને પરસ્પર આદર કરવાનો બોધ પોતાના શિલાલેખોમાં પ્રકટ કર્યો હતો. એ કહે છે– દેવાનાપ્રિય પ્રિયદર્શી રાજા વિવિધ દાન અને પૂજાથી ગૃહસ્થ અને સંન્યાસી સર્વ સંપ્રદાયવાળાઓનો સત્કાર કરે છે. પણ દેવાનાપ્રિયને દાન અને પૂજાની એટલી દરકાર નથી જેટલી આવી છે કે સર્વ સંપ્રદાયોના સારતત્ત્વની વૃદ્ધિ થાય. સંપ્રદાયોના સારની વૃદ્ધિ અનેક પ્રકારે થાય છે, પણ એનું બીજ વાસંયમ છે; અર્થાત, લોક કેવળ પોતાના સંપ્રદાયનો આદર કરે અને બીજાના સંપ્રદાયની અકારણ નિંદા ન કરે.. કેમ કે કોઈ ને કોઈ કારણથી સર્વ સંપ્રદાયનો આદર કરવો એ લોકનું કર્તવ્ય છે. એમ કરવાથી પોતાના સંપ્રદાયની ઉન્નતિ અને બીજાના સંપ્રદાયોને ઉપકાર થાય છે. એથી ઊલટું જે કરે છે એ પોતાના સંપ્રદાયને પણ હાનિ પહોંચાડે છે, અને બીજાના સંપ્રદાયને પણ અપકાર કરે છે, કારણ કે જે કોઈ ખોટા સંપ્રદાયની ભક્તિમાં આવીને પોતાના સંપ્રદાયની પ્રશંસા કરે છે અને બીજાના સંપ્રદાયની નિંદા કરે છે એવા વિચારથી કે મારા સંપ્રદાયનું ગૌરવ વધે એ ખરું જોતાં પોતાના સંપ્રદાયને પણ પૂરી હાનિ પહોંચાડે છે. સમવાય (સંમેલન) સારો છે, જેથી લોક એકબીજાના ધર્મને ધ્યાન દઈને સાંભળે, અને સાંભળવાની ઈચ્છા કરે સમવાયો Uવ સાધુ: 7 સમીક્ષા : સર્વધર્મસમભાવની દૃષ્ટિએ કરવામાં આવતા ધર્મોના તુલનાત્મક અભ્યાસથી નીચેના ફાયદાઓ થાય છે : 1. સર્વાગ સંપૂર્ણ ધાર્મિક જીવનનો આદર્શ કયા ક્યા ધર્મમાં કેટલી હદે અને કેવી રીતે પ્રગટ થયો છે તે સ્પષ્ટ થાય છે. આ સ્પષ્ટતાને પરિણામે માણસની ધાર્મિક ચેતનાના