________________ ધર્મોના અભ્યાસ પ્રત્યેનો અભિગમ દરેક માણસને પોતાની શક્તિ અને અભિરુચિ પ્રમાણે અગોચર તત્ત્વને પામવાનો પ્રયત્ન કરવાનું સ્વાતંત્ર્ય છે. જો આપણા બિનસાંપ્રદાયિક રાજ્યનો આ પાયો હોય તો, બિનસાંપ્રદાયિક હોવું એટલે ધાર્મિક દૃષ્ટિએ નિરક્ષર રહેવું એવો અર્થ થઈ શકે જ નહિ. સાંપ્રદાયિક સંકુચિતતા છોડીને ઊંડી આધ્યાત્મિકતા કેળવવી એ જ બિનસાંપ્રદાયિક હોવાનો ખરો અર્થ છે.”૫ દરેક મહાન ધર્મમાં સાંપ્રદાયિક સંકુચિતતા છોડીને ઊંડી આધ્યાત્મિકતા કેળવવાનો ઉપદેશ આપવામાં આવેલો છે. દા.ત., 1. “ઈશ્વરે જે પુસ્તક અમને આપ્યું છે તેને અમે માનીએ છીએ અને જે પુસ્તક તેણે તમને આપ્યું છે તેને પણ માનીએ છીએ. અમારો અને તમારો અલ્લાહ એક જ છે અને તે જ એક અલ્લાહ આગળ આપણે માથું નમાવીએ છીએ.”–ઇસ્લામ ધર્મ દહેરું અને મસ્જિદ એક છે, પૂજા અને નમાજ એક જ છે. સૌ માણસો એક છે, અલગ દેખાય છે તે ભ્રમ છે...... અલ્લાહ અને નિરાકાર ઈશ્વર એક જ છે, પુરાણ અને કુરાન એક જ છે, એ સૌ સમાન છે, એક પ્રભુએ આ સૌ સર્યું છે.”—શીખ ધર્મ. 3. “જે માણસ ભૂતમાત્રને આત્મામાં જુએ છે અને આત્માને ભૂતમાત્રમાં જુએ છે તે કોઈની ધૃણા કરતો નથી. જ્યાં ભૂતમાત્ર જ્ઞાની માણસના આત્મારૂપ બની ગયાં છે, ત્યાં, એવું એત્વ જોનારને મોહ અને શોક શાન થવા પામે ?"- હિન્દુ ધર્મ. ઉપરનાં અવતરણો જોતાં એ સ્પષ્ટ થશે કે જે મુસલમાન, શીખ કે હિન્દુ પોતાના વર્ગના સાચા મર્મને પામે છે તેનામાં એવી ઊંડી આધ્યાત્મિકતા કે વ્યાપક ધર્મભાવનો ઉદય થાય છે કે કોમી વિખવાદ તેને માટે અશક્ય બની જાય છે. સાચી ધાર્મિક્તામાં સાંપ્રદાયિક સંકુચિતતાને બિલકુલ સ્થાન નથી એ મુદ્દાની સ્પષ્ટતા ગુરુ ગોવિંદસિંહે ઈશ્વરને આપેલાં બે નામો પરથી પણ થાય છે. ગુરુ ગોવિંદસિંહના મત પ્રમાણે, ઈશ્વરનાં અનેક નામો છે, જેમાંનું એક નામ છે “અધરમ' [જેનો કોઈ ધર્મ (પંથ) નથી.] અને બીજું નામ છે, “અમજહબ' (જેનો કોઈ મજહબ (પંથ) નથી.] એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે ઈશ્વરને આવાં નામ આપીને ગુરુ ગોવિંદસિંહે પોતાની મૌલિક વ્યાપક ધર્મભાવનાનો ઉપદેશ કરેલો છે. ડૉ. રાધાકૃષ્ણનાં તેમજ વિવિધ ધર્મોનાં શાસ્ત્રોમાંથી લીધેલાં ઉપરનાં વિધાનો પરથી સ્પષ્ટ થાય છે કે બિનસાંપ્રદાયિકતા એ અધાર્મિકતાનું બીજું નામ નથી. એથી ઊલટું, જો માણસના વ્યક્તિગત અને સામાજિક જીવનમાં ઊંડી આધ્યાત્મિકતા અને વ્યાપક ધર્મભાવના હોય તો જ લોકશાહી અને બિનસાંપ્રદાયિકતાના આદર્શો સિદ્ધ થઈ શકે તેમ છે. આથી જ મહાત્મા ગાંધીજીએ પોતાના જીવન અને ઉપદેશ વડે