________________ ઈસ્લામ ધર્મ 189 કબર છે.” એક માણસ મનફાવે તેટલી સ્ત્રીઓ રાખી શકતો. પિતાનું મૃત્યુ થતાં પિતાએ કરેલી સ્ત્રીઓને પુત્રો વહેંચી લેતા. આમ, સમાજમાં ગુલામો અને સ્ત્રીઓની સ્થિતિ દયાજનક હતી. આરબ પ્રજા દુરાચાર, અનીતિ, હિંસાવૃત્તિ અને વિચિત્ર વહેમોની ચુંગાલમાં ફસાઈ પડી હતી. ધાર્મિક દૃષ્ટિએ પણ આરબ પ્રજા અવનતિના ગર્તમાં ગબડી પડી હતી. અનેક દેવદેવીઓની પૂજા કરવામાં આવતી હતી. આ દેવદેવીઓને ખુશ રાખવા માટે અનેક પ્રકારની હિંસા થતી. પશુઓનો ભોગ ચઢાવવો તે તો સામાન્ય બીના હતી, પરંતુ મનુષ્યોનો પણ ઘણી વાર ભોગ ધરાવવામાં આવતો. આવા અંધાધૂંધીના સમયમાં મહંમદ પયંગબરે આ પછાત, અંધશ્રદ્ધાળુ અને અજ્ઞાન પ્રજાને શ્રદ્ધાનાં, જ્ઞાનનાં અને ધાર્મિકતાનાં પિયૂષ પાયાં. બળવાન છતાં મૃતપ્રાય પ્રજાને બેઠી કરી અને આવી પછાત પ્રજામાં પણ માનવસભ્યતાનું સર્જન કરી બતાવ્યું. ઇસ્લામ ધર્મ છિન્નભિન્ન આરબ જનતામાં એકતાની ભાવનાનું સિંચન કરી એક ઈશ્વર, એક ધર્મભાવના, એક કોમ અને એક ધર્મપુસ્તકની અદ્વિતીય ભાવના પ્રગટાવીને સમગ્ર રીતે એકસૂત્રતા સ્થાપી. આરબ સંસ્કૃતિના જનક અને સંરક્ષક મહંમદ પયગંબરના જીવન અને કાર્યનો પરિચય મેળવીએ. 2. મહંમદ પયગંબરનું જીવન અને કાર્યઃ બાલ્યાવસ્થા: ઇસ્લામીઓ માને છે કે જગત ઉપર ઈશ્વરી આદેશ પહોંચાડવા માટે ખુદા પોતાના શ્રેષ્ઠ ભક્તને પસંદ કરે છે. ઈશ્વરી સંદેશને જગતમાં પહોંચાડનારને ખુદાનો “રસૂલ”, “પયગંબર' કે “નબી' કહેવામાં આવે છે. મહંમદ પણ અલ્લાહના રસૂલ છે. ખુદાએ મોકલેલા પયગંબરોમાં મહંમદ છેલ્લા રસૂલ છે એમ માનવામાં આવે છે. અલ્લાહના આ રસૂલનો જન્મ મક્કા શહેરમાં સન ૫૭૧માં કુરેશી કુટુંબમાં થયો હતો. માતા અમીના પુત્રને જન્મ આપે તે પહેલાં જ પિતા અબ્દુલ્લાનું અવસાન થયું. અમીનાની કાયમી બીમારીના કારણે દૂધમાતા હલીમા જ બાળ મહંમદની દેખભાળ રાખતી. છ વર્ષના મહંમદે માતાની છાયા પણ ગુમાવી. ત્યાર પછી દાદા અબ્દુલ મુત્તલિબની છત્રછાયામાં ઊછરવા લાગ્યા. પરંતુ દાદાના લાડકોડ પણ લાંબો સમય ન મળી શક્યા. દાદાનું મૃત્યુ થતાં કાકા અબુ તાલિબના હાથમાં મહંમદનો ઉછેર થવા લાગ્યો. કાકાએ મહંમદને કિશોરાવસ્થામાં સાચવ્યા એટલું જ નહિ, પરંતુ મોટી ઉંમરે પણ મક્કાવાસીઓથી મહંમદનું રક્ષણ કર્યું હતું. નાનપણથી જ મહંમદનું ધ્યાન રમતગમતમાં હતું નહિ. કૌટુંબિક મુશ્કેલીઓના કારણે બાળ મહંમદને કોઈ વ્યવસ્થિત તાલીમ મળી નહિ. બાળપણ બકરાં ચરાવવામાં પસાર થયું. નાની વયે મહંમદને તેમના કાકા સાથે વેપારી વણઝારોમાં પરદેશ જવાનું થતું. આથી તેમને જુદી જુદી પ્રજાઓના રીતરિવાજો અને રહેણીકરણી અંગે જ્ઞા મળ્યું. વળી, પરદેશીઓની સરખામણીમાં આરબ પ્રજાની દુર્દશાએ મહંમદના માનસ