________________ પ્રકરણ-૧૨ ઈસ્લામ ધર્મ - ઉમેશકુમાર યાજ્ઞિક 1. ઉદ્ભવ અને વિકાસઃ એશિયા ખંડના નૈઋત્ય ખૂણામાં આવેલ અરબસ્તાનમાં ઇસ્લામ ધર્મ ઉદ્ભવ પામ્યો. “પરમાત્મા એક છે, અને મનુષ્યમાત્ર સમાન છે.” આવું સરળ અને મહાન સત્ય પ્રકટ કરનાર ઈસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પયગંબરનું સ્થાન વિશ્વવંદ્ય વિભૂતિઓમાં આગવું છે. ઇસ્લામનો અર્થ “શાંતિ અને સલામતી” તથા “જગતના બાદશાહ પરમેશ્વરના શરણે જવું” એવો થાય છે. કુરાને શરીફમાં જણાવ્યા પ્રમાણે મુસ્લિમ' એટલે “જેણે ખુદા અને આદમી સાથે શાંતિ સાધી છે તે.” આમ, ઇસ્લામ ધર્મે શાંતિ, સલામતી અને ભાઈચારાનો સંદેશ વિશ્વને આપ્યો છે. મહંમદ પયગંબરના કાર્યનું યોગ્ય મૂલ્યાંકન કરવા માટે તત્કાલીન રાજકીય, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિ અંગે માહિતી મેળવવી અનિવાર્ય બને છે. એ સમયે આખું અરબસ્તાન અનેક કબીલાઓ (ટોળીઓ)માં વહેંચાયેલું હતું. કબીલાનો સરદાર શેખ કહેવાતો. તે કબીલાનો રાજા પુરોહિત અને ગુરુ ગણાતો. કબીલા માટે સૌ સભ્ય ખૂબ જ ગુમાન ધરાવતા અને તેથી કબીલાની પ્રતિષ્ઠાના નામે કબીલાઓમાં અંદરોઅંદર વેરઝેર અને ખુનામરકીઓ પેઢીઓ સુધી ચાલુ રહેતાં. કબીલાઓ ઉપર આધિપત્ય જમાવે તેવી કોઈ સત્તા નહોતી. આથી કબીલાઓમાં પરસ્પર ભય, ત્રાસ અને અરાજકતાનું વાતાવરણ રહ્યા કરતું. કબીલાઓ મોટે ભાગે ગોપજીવન ગાળતા. દરેક કબીલાના જુદા જુદા રિવાજો હતા. તેમાં કુરિવાજો અને સંકુચિતપણાએ પણ પ્રવેશ કર્યો. આરબોમાં અંધશ્રદ્ધા, શુકન-અપશુકન, ભૂતપ્રેત વગેરે વહેમોએ ઘર કર્યું હતું. રોગને મટાડવા માટે આરબો હિંસાત્મક યજ્ઞો કરતા અને તેમાં પશુઓ અને મનુષ્યોના બલિ ચઢાવતા. ત્યાં ખજૂરીનાં વૃક્ષોનો પાર નહિ. આથી દારૂની બદી ખૂબ જ ફેલાઈ હતી. જુગાર ન રમે તેને લોભિયો ગણવામાં આવતો. ગુલાબો અને સ્ત્રીઓ તરફ અમાનુષી વર્તાવ કરવામાં આવતો હતો. પુત્રીના જન્મને આરબો શાપ સમાન ગણતા. આથી પુત્રીને કબરમાં જીવતી દાટી દેવામાં આવતી. ત્યાં કહેવત પડેલી કે, “સૌથી સારો જમાઈ