________________ 134 જગતના વિદ્યમાન ધર્મો શીખે પાંચ “ક' રાખવાના-કેશ, કચ્છ, કડું, કાંસકો (કંઘા) અને કિરપાણ. હવે કોઈ નાનું-મોટું નહોતું, બધા સરદાર હતા.૧૫ ગુરુ ગોવિંદના ધર્મતેજથી ઔરંગઝેબ ગભરાયો. એણે ગુરુની રાજધાની આનંદપુરને જબરદસ્ત ઘેરો ઘાલ્યો. આનંદપુર ખાલી કરતાં એમના બે પુત્ર જોરાવરસિંહ (9 વર્ષ) અને ફતેહસિંહ (3 વર્ષ) સરહિંદના સૂબાને હાથ પડ્યા. આ બંને નિર્ભય સિંહશાવકોએ (સિંહનાં સંતાનોએ) ધર્મપરિવર્તન કરવાનો ઈન્કાર કર્યો એટલા માટે ઔરંગઝેબે તેઓની હત્યા કરાવી. ગુરુના બે મોટા પુત્રો અજિતસિંહ અને બુઝારસિંહ ચમકૌરની લડાઈમાં, જેમાં લગભગ 45 શીખોએ એક લાખની મુગલ સેનાને હંફાવી હતી તેમાં શહીદ થયા. ગુરુએ ચારે પુત્રોની વીરગતિના, અને એ આઘાતને કારણે મૃત્યુ પામેલી માતાના સમાચારને પૂરી સમતાથી ઝીલ્યા. એ વખતે ગુરુ એમના ભક્ત અને મિત્ર જતપુરાના મુસલમાન ચૌધરી રાય કલ્હાને ત્યાં હતા. રાય કલ્હા આ દુઃખદ સમાચારથી રડવા લાગ્યો. ત્યારે ગુરુએ કહ્યું : ““મારા પુત્રો મર્યા નથી, એ અમર થયા છે.” અને ભગવાનની આરાધના કરતાં બોલ્યા, “પરમાત્મા ! તારી ઇચ્છા મીઠી લાગે છે.” ગુરુ ગોવિંદસિંહનાં ભક્તિ - વૈરાગ્ય - જ્ઞાન - શૌર્યથી મુગ્ધ થઈને અનેક મુસ્લિમો એમના ભક્ત અને મિત્ર થયા હતા. તેમાં દરોગા અબ્દુલ હસન ઉપરાંત પીર સૈયદ બુદ્ધશાહ, સૈયદ બેગ, કાઝી પીર મુહમ્મદ, ગનીખાન, નબીખાન વગેરે મુખ્ય હતા. ઔરંગઝેબના મૃત્યુ પછી એના પુત્ર બાદશાહ બહાદુરશાહ સાથે ગોવિંદસિંહને મૈત્રી થઈ. પરંતુ બાદશાહની છાવણીની બાજુમાં ગુરુનો મુકામ હતો ત્યારે દક્ષિણમાં ગોદાવરી તટે નાંદેડમાં બે પઠાણોએ ગુરુને છૂરી હલાવી દીધી. પરમાત્માના ધામમાં જતાં પહેલાં એમણે “ગુરુ ગ્રંથસાહેબને ખાલસા પંથના ગુરુ તરીકે જાહેર કર્યા. અનુપમ આધ્યાત્મિક સામર્થ્ય હોય તો જ આવું અદ્વિતીય પગલું ભરી શકાય. ગોવિંદસિંહ અદ્વિતીય હતા. ઐહિક બાબતોમાં તો પંથ અર્થાત્ ખાલસા પંથ માર્ગદર્શક રહ્યો. હિસ્ટરી ઑફ પંજાબ'ના કર્તા સૈયદ મુહમ્મદ લતીફે ગુરુ માટે લખ્યું છે : “એમનામાં ગુરુ અને સિપાહીના ગુણો સંમિલિત હતા. એ ગુરુગાદી ઉપર ધર્મવિધાયક નેતા, રણક્ષેત્રમાં નિર્ભય યોદ્ધા, તપ્ત ઉપર બાદશાહ અને શીખસંગતોમાં માનનીય ફકીર હતા.”૧૬ 3. શીખ ધર્મના શાસ્ત્રગ્રંથઃ શીખ ધર્મનો પ્રમુખ શાસ્ત્રગ્રન્થ “ગુરુ ગ્રન્થસાહેબ” કરેલો. આ ગ્રંથનું સંકલન પાંચમા ગુરુ અર્જુનદેવે કરેલું. એમણે ત્રીજા ગુરુ અમરદાસના પુત્ર મોહન પાસેથી પૂર્વગુરુઓની રચનાઓ મેળવી. તે પછી હિન્દુસ્તાનના હિન્દુ-મુસ્લિમ સર્વસંતોને આમંત્રા, સભા ભરી. એમની પાસેથી સર્વ