________________ શીખ ધર્મ '133 અભ્યાસ કર્યો. દુર્ગાએ રાક્ષસોના કરેલા સંહારનું રહસ્ય સમજ્યા. એમણે ભગવાનને અકાલ પુરુષ” અવિનાશી પરમાત્મા) નામથી બોલાવ્યા. એ સાથે જ અસિધ્વજ, ખડગકેતુ અને મહાકાલ જેવાં નામોથી પણ બોલાવ્યા. એમણે ભવ્ય ભારતીય સંસ્કૃતિને લાગેલો લૂણો પારખ્યો એ લૂણાને દૂર કરવાનો નિર્ણય કર્યો. એમના ભક્તિથી પરિપૂર્ણ, દયાળુ, નિર્ભય અને નિર્વેર ચિત્તમાંથી કાવ્યધોધનો પ્રબળ પ્રવાહ અને ધર્મનું પ્રખર તેજ એકસાથે પ્રકાશી નીકળ્યાં. શીખોના સમગ્ર માનસિક વલણને બદલવા એમણે ઈ.સ. ૧૯૯૯ના માર્ચની ત્રીસમી તારીખે, એટલે કે વૈશાખીના દિવસે જુલમ અને સતામણીનો સામનો કરવાનો સંકલ્પ ત્યાગનાર માણસના મસ્તકની માગણી કરી. એક પછી એક એમ વારાફરતી પાંચ માણસો મસ્તક આપવા માટે ગુરુ પાસે આવ્યા. 1. લાહોરનો દયારામ ક્ષત્રિય, 2. દિલ્હીનો ધરમદાસ જાટ, 3. દ્વારકાનો મોહકમચંદ છીપો, 4. બિહારનો સાહિબચંદ નાઈ અને 5. જગન્નાથપુરીનો હિમ્મતરાય ભોઈ. એમાં દયારામ સિવાય ચારે શૂદ્ર હતા, મોહકમચંદ ગુજરાતનો હતો. એ પાંચે “પંજ પ્યારે' (પાંચ પ્યારા) કહેવાયા. પણ હવે એ બધા “સિંહ' બની ગયા હતા. જે માણસો કદી તલવાર-બંદૂકને અડક્યા પણ નહોતા તેઓ શક્તિશાળી વીર બની ગયા. માછી, છીપા, ચમાર, નાઈઓ એવા સેનાની બન્યા કે એમના પ્રતાપથી મહારાજાઓ પણ થરથરવા લાગ્યા અને એમ ખાલસા પંથની સ્થાપના થઈ. એ સમયે ગુરુ ગોવિંદસિંહ બોલ્યા હતા : જ્યારે ચકલીઓ પાસે હું બાજોને છિન્નભિન્ન કરાવું ત્યારે ખડગપાણિ કહેવાઉં. જે લોકો, બાજો પાસે ચકલીઓ મરાવે એમને જગતમાં શી શોભા મળવાની છે?..૧૨ એમણે એક કડાઈમાં પવિત્ર જળ ભર્યું. ગુરુનાં બ્રહ્મચારિણી ધર્મપત્ની માતા સાહિબદેવાં અથવા સાહિબકૌરે એમાં પતાસાં નાખ્યાં.૧૩ જળને ગુરુએ ગુરુવાણીનું ઉચ્ચારણ કરતાં કરતાં ખાંડાથી (બેધારી તલવારથી) વલોવી અમૃત સિદ્ધ કર્યું. ગુરુએ પાંચ પ્યારાઓને પાંચ-પાંચ અંજલિ અમૃત પાયું. આ અમૃત, એમણે એમના મુખ ઉપર છાંટ્યું, એમના કેશોમાં સીંચ્યું અને એમની આંખોમાં એકીટશે જોઈને પોતાનું આત્મતેજ સીંચ્યું અને છેલ્લે બચેલા અમૃતનું એ પાંચે પ્યારાઓએ કડાઈને મુખે લગાડીને પાન કર્યું. આ અમૃતપાનથી વીરપુરુષ અમર, મૃત્યુંજય બની જાય. ગુરુએ પછી શિષ્ય તરીકે આ “પાંચ પ્યારા” પાસેથી અમૃતપાનની દીક્ષા લીધી. પાંચને બે હાથ જોડી નમ્યા. ગોવિંદરાય મટી ગોવિંદસિંહ નમસ્કાર કરીને દીક્ષા લીધી હોય.૧૪ હવે બધા શીખ નાતજાતના ભેદ તોડી ક્ષત્રિય બન્યા. શિયાળ મટીને “સિંહ' બન્યા. સ્ત્રીઓ બધી “કૌર (સિંહણ અથવા રાણી) બની. દરેક અમૃતપાન કરનાર