________________ શીખ ધર્મ 135 સંપ્રદાયોની વાણીઓ મેળવી, તેમાંથી જે જે વાણી શીખ-સિદ્ધાંતોને અનુરૂપ હતી, જે ઈશ્વરદર્શનની અનુભૂતિથી સભર હતી, જે જીવંત હતી, જે ધર્માધતાથી પર હતી એને વીણી કાઢી અને સંગ્રહિત કરી અને એમ આ વિશિષ્ટ પવિત્ર ગ્રંથની રચના થઈ. ગુર ગ્રંથસાહેબ’માં છ ગુર, પંદર ભક્ત (જેમાંના કેટલાક તો મુસલમાન હતા). પંદર જેટલા ભાટ અને ચાર બીજા સંગીતકારો (જેમાંના ત્રણ મુસલમાન હતા)ની રચનાઓ છે. 1. છઠ્ઠાથી આઠમા ગુરુની કોઈ રચના નથી. નવમા ગુરુની રચનાઓ ગુરુ ગોવિંદસિંહે દાખલ કરેલી. ગુરુ ગોવિંદસિંહે પોતાની કોઈ પણ રચનાને “ગુર ગ્રન્થસાહેબ'માં સ્થાન આપ્યું નથી, એ એમની અજોડ વિનમ્રતા અને નિર્મોહિતાનો પરિચય આપે છે.. બધા ગુરુઓ “નાનક'ના નામથી રચનાઓ કરતા તેથી રચના કયા ગુરુની છે તે સમજાય એ હેતુથી ગુરુ અર્જુને દરેક રચનાની આગળ મહલાનો સંખ્યાંક લખવાની પ્રથા સ્વીકારી, જેમ કે મહલા પહલા એટલે ગુરુ નાનકની રચના, મહલા દૂજા એટલે ગુરુ અંગદની રચના. મહલા એટલે મહલ અર્થાત ઘર એટલે કે સ્વરૂપ. ગુરુ નાનક તો એક જ. એમની જ્યોતિ સ્વરૂપ બદલતી હતી, એવો ભાવ આની પાછળ છે. મહિલાનો બીજો અર્થ છે પરમાત્માની નવોઢા. દરેક ગુરુ પોતાને પરમેશ્વરની નવોઢા માનતા, તેથી એ અર્થ પણ બરાબર ચાલે છે. 2. પંદર ભક્તોમાંથી બાબા શેખ ફરીદ મુસલમાન છે અને ભીખન ઘણું કરીને મુસલમાન હશે એમ લાગે છે. 3. કેટલાક ભાટ શીખ થયેલા. એ સૌએ ગુરુ અર્જુનના સાંનિધ્યમાં આવીને એમની તથા બીજા ગુરુઓની પ્રશસ્તિનાં ગીત ગાયાં. અર્જુને ભાટોનાં આ ગીતોમાંથી વિણેલી વાણીને “ગુરુ ગ્રન્થસાહેબ'માં સ્થાન આપ્યું. ભાટોની સંખ્યા આશરે પંદરેક હશે એવું લાગે છે. પરંતુ બધા વિદ્વાનોની યાદીઓ મેળવવા જઈએ તો તે સંખ્યા ઓછામાં ઓછી અગિયાર અને વધુમાં વધુ બાવીસ થાય છે ! 4. જે ચાર સંગીતકારોની રચના છે તેમાંથી ત્રણ મુસલમાન છે. 1430 પૃષ્ઠોમાં “ગુરુ ગ્રન્થસાહેબ'નું સંકલન થયું છે, જાણે કે ભારતના સંતોનો ભવ્ય પરિસંવાદ ! આ ભવ્ય ગ્રંથ કેવળ વાંચવા માટે નથી, જીવનમાં ઉતારવા માટે છે. “ગુરુ ગ્રન્થસાહેબ” અનેક રીતે વિશિષ્ટ છે. જગતના કોઈ પણ ધર્મસ્થાપક ગુરુઓનાં લખાણ આટલાં અધિકૃત રીતે સચવાઈને ગ્રંથસ્થ થયેલાં મળતાં નથી.૧૭ પોતાની પહેલાંના શીખગુરુઓની અને પોતાની વાણી ગુરુ અર્જુને પોતે જ લખાવી છે અને લહિયાઓ પાસે સુધરાવીને પોતે જ એની પ્રમાણભૂતતા અંગે મહોર