________________ 398 જ્ઞાનમંજરી इत्थं ध्यानफलायुक्त विंशतिस्थानकाद्यपि / कष्टमात्रं त्वमव्यानामपि नो दुर्लभं भवे // 5 // ભાષાર્થ - એમ ત્રિવિધ ધ્યાનના ફળથી વિસ સ્થાનકનું તપ વગેરે પણ ઘટે છે, ઉક્ત ત્રિવિધ ધ્યાન-ફળ રહિત કષ્ટ તે અભવ્યોને પણ સંસારમાં દુર્લભ નથી. અનુવાદ :-- એમ ધ્યાન-ફળથી ઘટે, સ સ્થાનક પણ જોય, કષ્ટ માત્ર અભવ્યનેય, દુર્લભ તે નહિ હોય. 5 જ્ઞાનમંજરી - પૂર્વોક્ત પ્રકારે વિવિધ ધ્યાન– ઉપગથી વીસ સ્થાનક આદિ પણ ગુણીના બહુમાનપૂર્વક કરવા યોગ્ય છે. પરંતુ સમ્યકદર્શનાદિવાળા ગુણવંત પુરુષના બહુમાન અને ધ્યાન ઉપગ રહિત વીસ સ્થાનક આદિ તપને સમૂહ અભત્રોને પણ માત્ર કાયક્લેશરૂપ સંસારમાં દુર્લભ નથી. ખુદ જિન ભગવાને કહેલાં બાહ્ય આચરણ અભવ્ય એ બહુ વાર કર્યા છે. 5 હવે ધ્યાનકર્તાનું સ્વરૂપ બતાવતાં ત્રણ ગ્લૅક કહે છે : जितेन्द्रियस्य धीरस्य प्रशान्तस्य स्थिरात्मनः / सुखासनस्थस्य नासाग्र-न्यस्तनेत्रस्य योगिनः // 6 // रुद्धबाह्यमनोवृत्तेर्धारणाधारया स्यात् / प्रसन्नस्याप्रमत्तस्य चिदानंदसुधालिहः // 7 // साम्राज्यमप्रतिद्वन्द्वमंतरेव वितन्वतः / ध्यानिनो नोपमा लोके सदेवमनुजेऽपि हि // 8 //