________________ 29 ભાવપૂજા-અષ્ટક 389 જ્ઞાનમંજરી –અહીં આત્મસ્વરૂપની પૂજા વિષે (ધર્મ એટલે ચંદનગંધ સમાન સહજ પારિણમિક લક્ષણવાળી સ્વરૂપ સત્તા, તેને સંન્યાસ=સમ્યક્ સ્થાપન) ધર્મ સંન્યાસરૂપ અગ્નિ વડે પ્રાગૂ ધર્મ એટલે સવિકલ્પ ભાવનારૂપ પૂર્વ સાધના-ધર્મ તે જ લવણને ઉતાર (નિવારણ) કર. નિર્વિકલ્પ સમાધિમાં સાધકને પણ સવિકલ્પ ધર્મને ત્યાગ જ હોય છે. એ ભાવરૂપ અપવાદ સાધનરૂપ લવણને ઉતાર કરતાં પૂર્વ સામર્થ્યાગ સ્વરૂપ શેભતી આરતીની વિધિ આચર (આરતી ઉતાર). જ્યાં કર્મ બંધનનાં કારણેમાં પ્રવર્તતા વીર્યની તેવી પ્રવૃત્તિ નથી, પણ પિતાના આત્મધર્મના સાધન રૂપ અનુભવમાં એકતારૂપ પ્રવર્તતાં સહજ (અપ્રયપણે) પ્રવર્તે છે તે પેગ સમર્થ કહેવાય છે. પ ણ स्फुरन्मंगलदीपं च स्थापयानुभवं पुरः / योगनृत्यपर 'स्तूय-त्रिकसंयमवान् भव // 6 // ભાષાર્થ –વળી સ્ફરતે (તેજસ્વી) મંગળ દીવે અનુભવની આગળ સ્થાપ; સંયમ યોગરૂપ નાટ્ય-પૂજામાં તત્પર થઈ, ગીત-નૃત્ય અને વાદ્ય એ ત્રણના મેળ સરખા સંયમવાળે થા. “યત્રસંયમ:”એ વચનથી એક વિષય સંબંધી જે ધારણા, ધ્યાન, સમાધિ તે સંયમ કહીએ, ભાવનેપનીત (ભાવના સહિત) પૂજા હૃદયમાં ધરીએ. અનુવાદ :- ઉજજવળ મંગળ દીપને, અનુભવ આગળ સ્થાપ; ગીત-નૃત્ય-વાજિંત્ર સમ, સંયમ યોગ પ્રતાપ. 6 1 સ્તૌ એ પાઠ પણ છે.