________________ 390 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી:-- સર્વ દ્રવ્ય ભાવ ઉપદ્રવ રહિત દેદીપ્યમાન મંગલ દવે (ભાવ પ્રકાશ), આત્મસ્વભાવનો સ્વાદ સહિત સ્પર્શજ્ઞાનરૂપ અનુભવ આગળ સ્થાપક મન, વચન, કાયરૂપ યેગોને સાધનમાં પ્રવર્તાવવારૂપ નૃત્યમાં તત્પર થઈ, પરમ અધ્યાત્મ–ધ્યાન, ધારણા, સમાધિરૂપ સાધન યોગ્ય યેગના પરિણમનરૂપ તૂર્ય આદિ પૂજાત્રયમય થા. આથી અત્યંતર પૂજા વડે તત્ત્વાનંદમય ચૈતન્ય લક્ષણવાળા પિતાના આત્માને તન્મય કર. 6 उल्लसन्मनस: सत्य-घण्टा वादयतस्तव / भावपूजारतस्येत्थं करक्रोडे महोदयः // 7 // ભાષાર્થ - ઉલ્લસતું છે મન જેનું, અને સત્ય (સાચ) રૂ૫ ઘંટ વગાડતા, તથા ભાવપૂજામાં આસક્ત એવા તને એ પ્રકારે હસ્ત મળે (હથેળીમાં) મોક્ષ છે. અનુવાદ - સત્યઘંટ બજાવતાં, ધરી મનમાં ઉલ્લાસ ભાવપૂજામાં લીન તે, કર–તલ મોક્ષ-વિલાસ. 7 જ્ઞાનમંજરી - આ પ્રકારે ભાવપૂજામાં આસક્ત એવા તને મેક્ષ હથેળીમાં છે. શું કરતાં? ભાવ ઉલ્લાસ સહિત મન કરતાં, સત્ય પર્યાયરૂપ ઘંટ વગાડતાં, એટલે હર્ષ સહિત સત્ય મનના ઉલ્લાસ ઘંટ બજાવનારને આગળ કહ્યા પ્રમાણે પૂજા કરવાથી સર્વ શક્તિ પ્રગટ કરવારૂપ મેક્ષ પ્રાપ્ત થાય છે. 7 द्रव्यपूजोचिता मेदो-पासना गृहमे धिनाम् / भावपूजा तु साधूना-ममेदोपासनात्मिको // 8 //