________________ 388 જ્ઞાનમંજરી मदस्थानभिदात्यागैलिखाग्रे चाष्ट मङ्गलम् / ज्ञानाग्नौ शुभ संकल्प-काकतुण्डं च धूपय // 4 // ભાષાર્થ –આઠ મદ-સ્થાનના ત્યાગ પ્રકારે આત્માની આગળ આઠ મંગળને આલેખ (રચના કરી અને જ્ઞાનરૂપ અગ્નિમાં શુભ સંકલ્પરૂપ કૃણાગર્ (અગર ચંદન)ને ધૂપ કર એટલે શુદ્ધ ઉપગરૂપ નિર્વિકલ્પ સમાધિ-પૂજા થઈ. અનુવાદ :- આઠ મદના ત્યાગરૃપ, મંગળ આઠ લખાય; જ્ઞાનાગ્નિમાં ધૂપરૂંપ, શુભ સંકલ્પ નખાય. 4 જ્ઞાનમંજરી –માનરૂપ ઉન્માદ (ગાંડપણ)નાં સ્થાનેના ત્યાગરૂપ આત્માની આગળ આઠ મંગળ લખ, જ્ઞાનરૂપ અગ્નિમાં શુભ પરિણામરૂપ કૃષ્ણ–અગરુ (જે ચંદનના લાકડાના વેરની અગરબત્તી બને છે તે ચંદનને ધૂપ કર. તેથી જે રાગ ભાવ પુણ્યનું કારણ છે, તે મેક્ષ સાધવામાં તજવા યોગ્ય જ છે, માટે જ્ઞાનબળે તેને ત્યાગ થાય છે. 4 प्राग्धर्मलवणोत्तारं धर्मसंन्यास-वह्निना / कुर्वन् पूरय सामर्थ्य-राजन् नीराजनाविधिम् // 5 // ભાષાર્થ - ઔદયિક તથા ક્ષાપશમિક ધર્મરૂપ જે લવણ (મીઠા)ને ઉતાર ધર્મસંન્યાસ અગ્નિ તે વડે કરી સામર્થ્ય વેગ રૂપ શેભતી નીરાજના(આરતી)ની વિધિ કર, આરતી ઉતાર. અનુવાદ : ધર્મ સંન્યાસ અગ્નિથી, પ્રાષ્પર્મ લવણ ઉતાર; સામર્થ્યને શોભતી, જ્વલંત આરતી ધાર. 5