________________ આથી ગુફા અને શૈલાશ્રય આસપાસનો પરિસર માનવનું પહેલું થિયેટર છે. આજે પણ આદિવાસી કલામાં નૃત્યવાદ્ય, નાટ્ય, ગાન અને સંગીત પારંપારિક રીતે સુપેરે જોવા મળે. દ્વિતીય શોધપત્ર આદ્યઐતિહાસિકકાલીન ગુજરાત છે. પહેલાંની માન્યતા અને છેલ્લા ત્રીસ વર્ષના ઉત્પનનોના નિષ્કર્ષને કારણે આવેલ બદલાવ વગેરેની ચર્ચા કરવામાં આવી છે. સિંધુસભ્યતા સંશોધનકાર્યની અદ્યાપિપર્વતની રૂપરેખા આપવામાં આવી છે. ઉપરાન્ત ગુજરાતમાં થયેલ સામુદ્રિક પુરાતત્ત્વ કે જલાન્ત પુરાતત્ત્વની વિગતો પણ સામેલ કરાઈ છે. તૃતીય લેખ વિનોદ એક પુરાતત્ત્વીય વસાહતમાં સ્થળનું ચિત્ર અપાયું છે. જેમાં શરૂઆતના ઐતિહાસિકકાલથી મધ્યયુગ સુધીનું સળંગ ચિત્રણ છે. ઐતિહાસિકકાલના પ્રારંભે પશ્ચિમે રોમન જગત સાથે તો મધ્યયુગે પૂર્વમાં ચીન સાથેના સંપર્ક અને સંબંધો સ્થળની જાહોજલાલી બતાવી રહે છે. દરિયાપારના વ્યાપારો, વ્યવહારો વિચોદની સમૃદ્ધિ દર્શાવે છે. ૧૬માં સૈકા બાદ સ્થળ ઉજ્જડ અને ભેંકાર બની ગયું. કલાવિદ્દોમાં મોખરાનું સ્થાન ધરાવતા લેખકનો રસનો વિષય શિલ્પ અને પ્રતિમા વિધાન છે. આથી ક્રમાંક 4 થી 9, 11, 15, 17, 18, 19 અને 20 એ આ વિષયના છે. ચતુર્થ લેખ શામળાજીની દ્વિબાહુ ગણેશ પ્રતિમા અંતર્ગત વિશ્વની તમામ પ્રાચીનતમ ગણેશપ્રતિમાઓના સંદર્ભમાં શામળાજીના ગણેશની થયેલી ચર્ચા સુંદર છે. પાંચમા લેખમાં ટોટુગામની વિરલ નૃત્યગણેશ પ્રતિમાનો પરિચય છે. ૧૯૩૬માં પી.એ.ઇનામદારે શોધેલા શામળાજી વિસ્તારના શિલ્પો આંતરરાષ્ટ્રિય કલાફલક પર મહત્ત્વના ગણાય છે. લેખકે ત્યારબાદના નવા શોધાયેલા શામળાજીના છ શિલ્પોનો સમૂહ રજૂ કર્યો છે. અતિરિક્ત એમણે શામળાજીના બે અર્ધતક્ષણવાળી પ્રતિમાઓને આધારે શામળાજીની સ્થાનીક વર્કશોપ હોવાની દલીલ કરી છે. સાતમો શોધલેખ એ અદ્યાપિ અપ્રકાશિત દેલાની દુર્ગામહિષાસુરમર્દિની છે. ત્યારબાદ બે દેવી શિલ્પ મસ્તકો લેખ છે. જે પૈકી પ્રથમ બનાસકાંઠા જિલ્લાના સુલ્તાનપુર ગામનું તો બીજુ ધોળકાનું છે. નવમો લેખ કાયાવરોહણની પ્રાચીન દિપાલ અગ્નિ પ્રતિમા છે. લેખકના માનવા અનુસાર હાલ પુરતુ એને ગુજરાતની સૌથી પ્રાચીન દિપાલ અગ્નિપ્રતિમા ગણી શકાશે. સ્વાધ્યાય, પુ.૧૦, અં.૨, ફેબ્રુઆરી ૧૯૭૩માં મેં ગુજરાતની કેટલીક નવી શોધાયેલી મૈત્રક, મહાગૂર્જર અને આસોલંકીકાલીન પ્રતિમાઓ શોધપત્ર પ્રસિદ્ધ કર્યું હતું. ત્યારબાદ આ ગ્રંથલેખકે મોઢેરાના નવીન શોધાયેલાં મહાગૂર્જર શૈલીના શિલ્પખંડ લેખ સ્વાધ્યાયમાં પ્રગટ કર્યો હતો. જે સુધારા ઉમેરણ સાથે પ્રાચીન ગ્રંથમાં ૧૧મા ક્રમે પુન મુદ્રિત કર્યો છે. ૧૫મો શોધલેખ વૃષભ-નંદી, સાહિત્ય અને કલામાં ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં) લખાયેલો છે. જે અંતર્ગત મધ્યપૂર્વના દેશોમાં પ્રાગઐતિહાસિકયુગથી મધ્યયુગ પર્વતની અને ભારતની વૃષભપૂજા તેમજ નંદીપ્રતિમાઓનો અભ્યાસ રજુ કર્યો છે. ક્રમાંક 17, 18 અને ૧૯ના શોધખો અનુક્રમે અંબાસણની લક્ષ્મીનારાયણ પ્રતિમા, મેવડની વિષ્ણુપ્રતિમા અને નગરાની બ્રહ્મદેવ પ્રતિમા વગેરે આમેજ કરેલા છે. ક્રમાંક-૧૪નો લેખ ગુજરાતના દેવાલયોની વ્યાલ આકૃતિઓ સ્થાપત્ય-શિલ્પ વિષયે છે.