________________ આમુખ વિશ્વનું કોઈપણ રાષ્ટ્ર કે દેશ હોય, ઉપખંડ જેવો વિશાળ આપણો ભારતદેશ અને એ અંતર્ગત ગુજરાત હોય, એ તમામે તમામમાં અતીતની ખોજ કરવા માટેનું શ્રદ્ધેય સાધન પુરાતત્ત્વ છે. સમય ઉદ્યાનમાં ઐતિહાસિકકાલે એમાં અભિલેખીય અને સાહિત્યિક સાધનો ઉમેરાયાં. હવે તો અતીતની ખોજમાં, ઇતિહાસ લેખનમાં પુરાતત્ત્વ અને સાહિત્યિક સાધનો એક બીજાના પૂરક બની રહ્યાં છે. પુરાતત્ત્વ આંતરવિદ્યાકીય અભિગમ ધરાવતો સત્યાન્વેષી, વૈજ્ઞાનિક અને તાલીમબદ્ધ વિષય છે. ઉક્ત તમામ બાબતોને ઉજાગર કરતો પ્રાચીન ગ્રંથ આપણા માટે અનુભવી વિષય જ્ઞાતા અને ગુજરાત રાજ્ય પુરાતત્ત્વખાતાના પૂર્વ સહાયક પુરાતત્ત્વ નિયામક શ્રી રવિ હજરનીસે તૈયાર કર્યો છે. મારો લેખક સાથેનો મૈત્રીપૂર્ણ પરિચય ત્રણેક દાયકા ઉપરાન્તનો છે. જાણીતા પુરાવિદ્ અને ક્લાવિદ્ હોવાને નાતે સન્ ૧૯૮૩માં મેં અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, વારાણસીમાં રવિને સિનિયર ફેલો તરીકે જોડાવા આમંત્રણ આપેલું ત્યારથી અદ્યાપિ પર્યત તેઓ મારા આત્મિય બની રહ્યાં છે. પ્રાચીન એમના પ્રગટ અને અપ્રગટ શોધલેખોનો સંચય છે. એમનું સતત લેખનકાર્ય વિશાળ ફલકનું રહ્યું છે. એમાંથી ચૂંટેલા, વિદ્યાપીઠ, સ્વાધ્યાય, સંબોધિ, સામીપ્ય, ગુજરાત, પથિક અને વલ્લભવિદ્યાનગર જેવા સામાયિકો, નૈમાસિકો કે વાર્ષિકોમાં પ્રકાશિત થયેલાં તદ્અતિરિક્ત સ્મૃતિગ્રંથો, અભિનંદન ગ્રંથો, ખાસ ગ્રંથો કે વૃત્તપત્રોમાં પ્રસંગોપાત્ત છપાયેલા લેખોને પણ સમાવિષ્ટ કરેલાં છે. પ્રસ્તુત લેખ સમુચ્ચયમાં કેટલાક અન્ય વિદ્વાનો સાથે સહલેખનમાં લખાયેલા શોધલેખો પણ છે. જેની સંપૂર્ણ વિગતો લેખકે પોતાના નિવેદનમાં આપેલી છે. અંગેના, ચાર સ્થાપત્યના વિષય પર અને બે અભિલેખાવિદ્યા સંબંધી છે. ઉપરાન્ત લેખકની ખાસ અભિરૂચિના શિલ્પ અને મૂર્તિવિધાન વિષયના શોધલેખોને પણ સામેલ કરાયા છે. પ્રથમ લેખાંક શિકારી રંગોત્સવ એ ગુફાચિત્રોમાં ચિત્રિત પ્રાગૈતિહાસિક યુગથી મધ્યકાલ પર્વતનું પ્રતિબિંબિત સતત પારંપરિક તત્કાલીન માનવ જીવનીનું ચિત્રણ છે. પ્રમાણમાં આ વિષય નવો છે. જે શરૂઆતના ધાર્મિક, સામાજિક અને કંઈક અંશે આર્થિક પરિબળોનો નિર્દેશ કરે છે. લેખકના માનવા મુજબ પારંપારિક સંસ્કારવિધિ ઉત્સવો, જાદુટોણા, ભૂવાનૃત્યો, આખેટ નૃત્યો અને આરાધના નૃત્યો વગેરે અત્યંત વેગીલા સંગીત નાચમંત્રગાનનો માનવનો પહેલો પ્રયોગ છે. જે રંગમંચનો નિર્દેશ કરે છે.