________________ પ્રકાશકીય પ્રા.રવિ હજરનીસના જુદાજુદા સામયિકોમાં પ્રગટ થયેલા લેખોનો સંગ્રહ આ પ્રાચીન ગ્રંથમાં તેમણે ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ વિભાગમાં ઘણાં વર્ષો સુધી સેવાઓ આપેલી હતી. નિવૃત્ત થયા પછી પ્રા.રવિ હજરનીસે કેટલાક સમય માટે એન.સી.મહેતા લઘુચિત્ર સંગ્રહાલયમાં સેવાઓ આપી હતી. પુરાતત્ત્વીય વિદ્વાનશ્રી સદૂગત રવિભાઈએ જીવનકાળ દરમિયાન અનેક શોધખોળો કરી તેને લેખ સ્વરૂપે કલાત્મકતાની દૃષ્ટિએ ઘણા જ મહત્ત્વના છે, જે સરળતાથી ઉપલબ્ધ થતા નથી તેથી ગ્રંથ સ્વરૂપે પ્રગટ થાય તો જિજ્ઞાસુઓને ઉપયોગી થાય તેવી ભાવનાથી શ્રી રવિ હજરનીસને વારંવાર વિનંતી કરવામાં આવી હતી. અંતે તેમણે સંમતિ આપી ત્યારપછી તેમની પાસેથી માહિતી મેળવીને લેખો પ્રગટ કરવા માટે કાર્યનો પ્રારંભ કર્યો. લેખોનો સંગ્રહ તૈયાર થયો ત્યારે તેમને એકવાર વાંચી જઈ પ્રકાશન માટે મંજૂરી મેળવવા વિનંતી કરવામાં આવી. તેમણે મોટાભાગના લેખોમાં શુદ્ધિવૃદ્ધિ કરી તેથી ઘણો સમય વીતી ગયો. ત્યારબાદ અમે પ્રકાશન માટે પ્રેસમાં મેટર આપ્યું પરંતુ વિધિની વિચિત્રતા થઈ કે દુર્ભાગ્ય પ્રા.શ્રી રવિ હજરનીસનું અચાનક જ અવસાન થયું. તેમણે આપેલા મેટરની એન્ટ્રી આદિ કરી તથા ઉપલબ્ધ ફોટોગ્રાફ્સને ક્રમથી ગોઠવી ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો. ગ્રંથ માટે આશીર્વચન પ્રો.મધુસૂદન ઢાંકીએ આપ્યા છે. અમને દુઃખ એ વાતનું જ છે કે ગ્રંથના પ્રકાશન સમયે ઉપરોક્ત બન્ને વિદ્વાનોએ આજે આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી છે. આજે તેઓ હયાત હોત તો પ્રસ્તુત પ્રકાશન જોઈને ખૂબ જ પ્રસન્નતા આ ગ્રંથના પ્રકાશનમાં ગુજરાત રાજય પુરાતત્ત્વ વિભાગે અનુદાન આપ્યું છે તે માટે સંસ્થા તેમનો આભાર માને છે. ગ્રંથ પ્રકાશનમાં સંસ્થાના કર્મચારીઓએ કરેલા સહયોગની હું અનુમોદના કરું છું. ગુરુપૂર્ણિમા, 2017 જિતેન્દ્ર બી. શાહ નિયામક