________________ જ્યારે સ્થાપત્ય વિષયક ૧૦મા લેખમાં યુરોપિયન ચર્ચ-સ્થાપત્ય શરૂઆતથી નોર્મનકાલ સુધીની રસપ્રદ ચર્ચા કરેલી છે. ૧૨મા ક્રમાંકે કલેશ્વરી સ્મારકસમૂહ નામક લેખમાં સ્થળ પરના સ્મારકોના અદ્યતન ડ્રોંઈગ આપેલા છે. જે ઉપયોગી ગણાય. નવલખા મંદિર-ધૂમલીની સ્થાપત્યકીય ઠીક ઠીક ચર્ચા થઈ છે. એના નિર્માણકાલ અને નિર્માણકર્તા અંગેની વિચારણા અને લેખકો એ રાણાભાણ જેઠવાના સમયનું હોવાનું માને છે. છેલ્લે અભિલેખવિદ્યા સંબંધી ર૧મો અને ૨૨મો લેખ છે જે લુણાવાડાની રૂપા મહેતાની છત્રીનો લેખ તથા દધિપુરનગર (દાહોદ)ની સલેખ નિષિધિકા છે. બેય સ્મૃતિસ્મારક લેખો સ્થાનિય ઇતિહાસ માટે અગત્યના છે. લેખસંચયની વિશદ સમજૂતી અર્થે પ્રત્યેક લેખને અંતે પાદટીપ આપવામાં આવી છે. જેમાંથી સંદર્ભ સામગ્રીનો આધાર મળી રહે છે. આ સિવાય ફોટોગ્રાફસું, રેખાંકનો, સંક્ષેપસૂચિ અને શબ્દસૂચિ દ્વારા ગ્રંથ સમૃદ્ધ બન્યો છે. જે અનેક રીતે અભ્યાસીઓને ઉપયોગી નીવડશે. 19.8.2011