________________ - દ્વિ-શી ચારણીઓ તેના 30 હું આત્મા છું શામાં, યથાર્થ શ્રાવક દશા અને યથાર્થ સાધુ દશાને લક્ષ્યમાં રાખી તે તે પ્રકારના કિયા-અનુષ્ઠાનની વિધિઓ બતાવી છે કે જેના અવલંબને તે સાધક આત્માઓ અતિ–શીવ્ર અંતર્મુખતાને પામે છે. જે સાચા અર્થમાં ધર્મ-ધ્યાન છે. પણ જડ કિયાવાદીઓ તેના હેતુને ભૂલી જઈ બાહ્ય ક્રિયાઓ માત્ર કરી લે. અરે ! રાતદિવસ તેમાં જ રચ્યા-પચ્યા રહે. એક પણ ક્રિયામાં લેશમાત્ર પણ ખલન ન થાય તે માટે પૂર્ણ સાવધાન રહે. ચાહે શ્રાવક હોય, ચાહે સાધુ હોય પણ ક્રિયામાં ચુસ્ત રહી તે કર્યાને સંતોષ માને. પણ એથી શું ? બંધુઓ ! શાસ્ત્રમાં તે બતાવ્યું છે કે અભવ્ય જીવ કે જેને કદી મોક્ષ થવાનું નથી તે શ્રી ગૌતમ જેવું ચોકખું ચારિત્ર પાળે મન, વચન કે કાયાથી એકપણ મહાવ્રતમાં કે સમિતિ-ગુપ્તિમાં દોષ ન લગાડે છતાં ભાવધર્મની સ્પશના ન હોવાના કારણે તેને માત્ર શુભ કિયા કહી અને આ કિયાના પરિણામ સ્વરૂપ પુણ્યની રાશિ ભેગી થતાં નવમી રૈવેયક જેટલા ઊંચા સ્વર્ગમાં જઈ એ સ્વર્ગિય સુખોને ઘણું જ લાંબા કાળ સુધી ભેગવે. પણ પછી શું? કંઈ નહીં. સરવાળામાં શૂન્ય! ફરી પાછું સંસારનું પરિભ્રમણ ! એને સંસાર કયારેય પરિમિત થાય નહીં. આટલું કર્યા પછી પણ તેનું અંતર ભેદાણું ન હોય, પરંતુ બહિર્મુખતા જ પુષ્ટ થતી રહે. અંતભેદ એટલે શું? જેને બીજા શબ્દોમાં ભેદ–વિજ્ઞાન કહીએ એટલે કે દેહ–આત્માની ભિન્નતાનું વિજ્ઞાન. વિજ્ઞાન શબ્દ સમજવા જેવો છે. બંધુઓ ! આપણું તીર્થંકર પ્રભુ સહુથી મેટા વૈજ્ઞાનિક હતા. તેથી જ તેઓના અનેક વિશેષણમાં એક વિશેષણ છે. “અનંત વિજ્ઞાની.” આજે આપણે વિજ્ઞાનને અધ્યાત્મથી વિધી માની લીધું છે. પણ ના, એમ નથી. વિજ્ઞાન જેમ-જેમ ઉંડાણમાં ઉતરે છે તેમ તેમ તે અધ્યાત્મની નજીક પહોંચે છે. વિજ્ઞાનનું અંતિમ પરિણમન અધ્યાત્મ જ છે. જ્ઞાન તે બુદ્ધિ સુધીને જ વિષય છે. પણ તે જ જ્ઞાન જ્યારે અનુભવમાં ઊતરે છે ત્યારે વિજ્ઞાન બની જાય છે. વિશેષ જ્ઞાન તે વિજ્ઞાન કોઈપણ પદાર્થને એક અંશે જાણ તે જ્ઞાન અને સવશે જાણ તે સ સારનું પણ પછી શુ અગિંધ અને ધન નવમી ચા