________________ 31 વિજ્ઞાન. જ્ઞાન તે શેધન છે. વિજ્ઞાન તે પરિશુધન છે, તે આધ્યાત્મ તે સર્વરોધનની સિદ્ધિ છે, એટલે જ એ સત્ય શોધન છે. શેધન કે પરિશોધનથી પણ આગળના સોપાન રૂપ શુદ્ધ સનાતન સત્યને આવિષ્કાર છે. અને તેથી જ જ્ઞાન અને વિજ્ઞાન અને અધ્યાત્મમાં અંતભૂત થઈ જાય છે. જ્ઞાન અને વિજ્ઞાન જ્યાં થાકીને વિશ્રામ લે છે ત્યાંથી અધ્યાત્યનું પ્રથમ ચરણ ઉપડે છે. પ્રભુએ પિતાના આત્માને માત્ર સર્વાશે જા જ નહીં પરંતુ અનુભવ્યું. તેમની અનુભવ દશા : સતત ચાલુ રહી. અને તે અનંત જ્ઞાન સાથેની અનુભવ દશા હતી, તેથી તેઓ અનંત વિજ્ઞાની કહેવાયા. - જીવને પણ અંતભેદ થાય. એટલે કે સમયે-સમયે નિજાનુભૂતિ અને તેની સાથે આનન્દાનુભૂતિ. પણ આ કયારે થાય ? બહારના પદાર્થોને જાણવાની રુચિને છેડી દઈ, એ જ જ્ઞાન દષ્ટિને આત્મામાં વાળે અને પિત–પિતાને જાણવાનો પ્રયાસ કરે તે ! પણ જે ક્રિયા જડ છે, તે ઉપર ઉપરથી બધાજ સ્થૂલ ભાવને જાણું લેશે. ધર્મના નામે કિયાએ પણ હંમેશાં કરતો રહેશે. પણ તેને સ્વની પરવા હોય નહિ. માત્ર દૈહિક દષ્ટિથી જ એ ધર્માનુષ્ઠાને કરતે રહે. ખરેખર આત્મહિત શેનાથી થાય તેની તેને ખબર જ નથી. ખૂબ કઠિન ક્રિયાઓ જ કેવળજ્ઞાન પ્રગટાવશે એવી અંધ-શ્રદ્ધામાં એ રાચતે રહે છે. પણ કેવળજ્ઞાન શું? અને આત્મકલ્યાણ શું? તેની યથાર્થતાનું તેને ભાન જ ન હોય. કેવળજ્ઞાન એ તે આત્માની સતત અનુભૂતિ છે. આ સતત અનુભૂતિનું કારણ, અ૯૫ સમયની આત્માનુભૂતિ અને અલ્પ સમયની આત્માનુભૂતિનું કારણ અંતર વિચાર છે. જેનામાં અંતર વિચાર નથી અને માત્ર વિચારવિહિન કિયાઓને જ જે સર્વસ્વ માને છે. વળી મહાપુરુષની ઉગ્ર તપશ્ચર્યા અને અસહ્ય ઉપસર્ગ પરિસહ માત્રને લક્ષમાં રાખી, તેમ પિતામાં કરવાને માત્ર બાહ્ય પ્રયાસ આદરે છે. તેને કેટિ ઉપાયે પણ હું આત્મા છું' ની શ્રદ્ધા સંભવતી જ નથી. બલકે પોતાના આત્માના અસ્તિત્વ વિષે પણ સદા શંકા જ રહે છે. આવા અજ્ઞાની છે તપ તે એટલું કરે કે દેહને સૂકવી નાખે, કૃશ કરી નાખે. અરે! કેટલાક તે એમ બેલતા સંભળાય છે કે આ શરીર