________________ 32 હું આત્મા છું જ જીવને અંતરાય રૂપ છે. શરીર ન હોય તે આત્માને મેક્ષ થાય માટે શરીરને સૂકવી નાખે, એને ગાળી નાખે. વર્ષો સુધી તપ કરનાર શરીરને તે ગાળી નાખે પણ તેની અંદરની વૃત્તિઓ જરા પણ ગળતી નથી. પાંચે ઈદ્રિના વિષયને ઉત્તેજિત કરતી જે તીવ્ર વૃત્તિઓ અંતરમાં છે તેને જીવે સમજણપૂર્વક, જ્ઞાનપૂર્વક સંયમિત કરવાની છે. ઈંદ્રિના રસને સૂકવવાના છે. અંદરના રસ મંદ થઈ જશે, સૂકાઈ જશે તે પછી શરીરને સૂકવવાની જરૂર નહિ રહે. પણ ક્રિયા કરતાં કરતાં પોતે જડ જે થઈ જનાર અને ક્રિયામાંથી ભાવને મારી નાખી ક્રિયાને જડ બનાવી દેનાર, આ પ્રકારની સમજણને પામતો નથી અરે! આવી સમજણ હોવી જરૂરી છે તેમ પણ તે માનતા નથી અને તેથી જ તેવા જીને શ્રીમદ્જીએ ક્રિયા જડ કહ્યા. વળી જડ ક્રિયામાં જ સર્વસ્વ માની લેનારને જ્ઞાનની વાતે નિરર્થક લાગે છે. તેથી જ્ઞાન માર્ગ મેક્ષ નથી એવું કહીને જ્ઞાનને વિરોધ કરે છે. નિષેધ કરે છે. પણ અંતરજ્ઞાન પ્રાપ્ત થયા પહેલાં માત્ર જડ કિયાથી મેક્ષ થાય નહી. જીવે ક્રિયા કરવા માટે પણ જ્ઞાન પ્રાપ્તિની જરૂર છે શાસ્ત્રોમાં કહ્યું છેઃ “uઢ ના તો રા” પહેલાં જ્ઞાન અને પછી જ દયા રૂપ ધર્મ અનુષ્ઠાને, કઈ ક્રિયા શા માટે કરવી અને કઈ પદ્ધતિથી કરવી તે જાણવું અત્યંત જરૂરી છે. પણ મોટા ભાગના જ સમજ્યા વગર જ, માત્ર પરંપરાથી ચાલી આવતી કિયાએ જ કર્યા કરે છે. ગાડરિયા પ્રવાહની જેમ સહુ કરે છે માટે મારે પણ કરવી જોઈએ એટલું જ સમજ્ય છે. પણ અનુષ્ઠાનના હાર્દને પામ્યો નથી. શાસ્ત્રોમાં તે જ્ઞાનપૂર્વકની કિયાનો જ આદેશ છે. પરંતુ જડ કિયાવાદીઓના જીવનમાંથી જ્ઞાન રૂપ તત્વ તે ચાલ્યું ગયું અને ક્રિયાઓનું ખાલી એનું માત્ર રહી ગયું . આવા પિતાની જડ માન્યતામાં મેક્ષ માર્ગને માનનાર જ દયાને પાત્ર છે શ્રીમદ્જી તેમના પર કરૂણં વરસાવે છે. અને હવે શુષ્કજ્ઞાની જી પંણ કેયાં:ભૂમિ છે, કેવાશ્રમમાં ભટકી છે તે આગળની ગામમ્મતવમાં યશે. 1 thi 5 F ડા: 5 ' ..