________________ ક્રિયા–જડ 27 છે, વળી અવિનાશી તત્ત્વ છે. બસ, જ્ઞાનની પરિસીમાં અહીં સુધીની પણ માત્ર જ્ઞાનથી, પ્રજ્ઞાજન્ય જ્ઞાનથી જ બસ નથી. અહીં સુધી પહોંચી ઇતિશ્રી માની લેવાની નથી. પણ અહીંથી તે સાધનાનો પ્રારંભ થાય છે. તેથી જ શ્રીમદ્જી આગળ કહે છે - જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વતે છે શુદ્ધ પ્રતીત. મૂળ. કહ્યું ભગવંતે દશન તેહને રે, જેનું બીજુ નામ સમકિત. મૂળ. અંતમુખીતાએ પ્રજ્ઞાને હચમચાવી નાખી. તે આત્મ-સ્વરૂપના જ્ઞાનની સીમા સુધી પહોંચી, પણ જેમ જમીનનું બીજ જ્યારે પિતામાં જ કુટી જાય પછી એ જમીનની અંદર રહી જ ન શકે. જમીનને ફેડીને બહાર આવવું તે તેની અનિવાર્યતા છે, તેમ જ્ઞાન પણ પ્રજ્ઞા સુધી સીમિત રહેતું નથી. આત્મામાં હલચલ મચી જાય છે. નિજા નુભૂતિના વિરહથી વ્યાકૂળ આત્મા પિતાના જ ઊંડાણમાં જવા માંડે છે. સમુદ્રતલની સંપત્તિને પામવા જેમ મરજીવા મતને મુઠ્ઠીમાં લઈ સેંકડો-હજારો ફીટની ઊંચાઈએ જઈ સમુદ્રતલને સ્પર્શે છે તેમ આત્મા પણ દર્શન મોહના ભુકકે ભૂકકા બોલાવવા માટે વ્યાકુળ થઈ ઊઠે છે. હવે તેનાથી મિથ્યાત્વ ભાવે સહેવાતા નથી. અજ્ઞાન અંધકારમાં પડયું રહેવું તેને અકારું લાગે છે. સમ્યક્ત્વ વિના રહેવું તેને વસમું થઈ પડે છે. પળને ય વિલંબ તેને પોષાત નથી. તેથી અંતરમાં ઉપડેલા પ્રબળ પુરુષાર્થથી આત્માએ નિજ સ્વરૂપને જે પ્રજ્ઞા વડે જાણ્યું હતું તેને હવે પિતે પિતાનામાં માણે છે. જાણવું તે સાધન છે ને માણવું તે સિદ્ધિ છે. જેને અનુભવ દશા કહી જ્ઞાનીઓએ બિરદાવી છે. એક નહીં, અનેક નામ વડે નવાજી છે. તેનું કારણ પણ એ જ છે કે આવી દશાને પામેલો સાધક સામાન્ય ગણાતા ધમીજી કરતાં કયાંય આગળ હોય છે. તેના મૌન, ધ્યાન વગેરે સાધન સહજરૂપ બનતાં જાય છે. ત્યાં તેને અંતરતા માટે પણ પ્રયત્ન કરવો પડતો નથી, તે બાહ્ય તપ માટે તે પૂછવું જ શું ? અંતરતમાં આમ