________________ હું આત્મા છું દોષરહિત-વિશુદ્ધ પળાતું હોય પણ જે ભાવ-ચારિત્રને આત્માને સ્પર્શ ન થયો હોય તે તેવું ચારિત્ર બહુ ફળદાયી નીવડતું નથી. ચરિત્રની વ્યાખ્યા શું ? અહીં ભાવ ચારિત્રને આપણે સમજવું છે. અને ચારિત્રને સમજવા માટે પહેલાં યથાર્થ જ્ઞાન-દર્શનને સમજવા પડશે. કારણ કે જે જ્ઞાન-દર્શન જ યથાર્થ ન હોય તે યથાર્થ ચારિત્ર પ્રગટ થતું જ નથી. શ્રીમદ્જીએ સ્વરચિત એક પદ, “મૂળ મારગ સાંભળો જીનનો રે”માં બહુ જ સરલ અને સચોટ શૈલીમાં કહ્યું છે. છે દેહાદિથી ભિન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ...મૂળ; એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ...મૂળ. અહીં જ્ઞાનની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે - સહુથી પ્રથમ તે આપણે આત્મા-દેહ, ઈદ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત-બધાથી ભિન્ન છે એમ જાણે. અહીં જાણવું તે શું છે? શેનાથી જાણે? શું માત્ર બુદ્ધિથી જાણ્યું તેને જાયું કહેવાય ! ના, માત્ર બુદ્ધિજન્ય જાણપણાને અહીં જ્ઞાન નથી કહ્યું. પણ જ્યારે હૃદયની વિશુદ્ધિ વધતી જાય અને તે વિશુદ્ધતરથી વિશુદ્ધતમ થાય ત્યારે, અંતરની જાણવાની તાલાવેલી તીવ્રતમ બને છે. આ તાલાવેલી અંતમુખતા તરફ લઈ જાય છે. અંતમુખી આત્માની પ્રજ્ઞા સ્થિર થતી જાય છે. ભગવદ્ ગીતામાં આવા પુરુષને સ્થિતપ્રજ્ઞ કહ્યો છે. સ્થિતપ્રજ્ઞ પુરુષ જ શ્રી સદ્ગુરુના ઉપદેશને ગ્રહણ કરવા પ્રેરાય છે અને તે ઉપદેશને ઝીલીને આત્મસાત્ કરે છે. ગુરુદેવના મુખેથી સાંભળેલી વાણી તેના હૃદયને સ્પર્શી જાય છે અને ત્યારે જ પ્રજ્ઞ પુરુષ અનુભવ કરાવનાર ઉલ્લસિત ભાવ તરફ ઢળે છે. જેમ જમીનમાં ધરબાઈ ગયેલું બીજ, ભૂમિમાંના તત્વને પિતાની અંદર ખેંચી પિતારૂપે પરિણમાવે છે, ત્યારે જ તે બીજ પ્રકુટિત થઈને અંકુરિત થઈ શકે છે. બીજ પહેલાં પિતે ફાટે છે પછી જ ભૂમિને ફોડીને બહાર આવવાની કોશિષ કરે છે. તે જ રીતે સ્થિતપ્રજ્ઞ આત્મા સદ્ગુરુના ઉપદેશને અંતરના ઊંડાણમાં ઝીલીને આત્મ સ્પશી બનાવે છે. અને ત્યારે જ તે આત્મામાંથી આત્માને જાણે છે. કે આત્મા સદા સ-ઉપગી છે, જ્ઞાન, દર્શન સહિત