________________ કિયા-જડ 25 છે. એટલે બધી જ ભૂલભરેલીમતી શાક વાસ્તવિક્તાને પ્રગટ કરું તે જ એનું મને યથાર્થ ફળ મળે. આનું કુલ કેઈ ભૌતિક નથી પણ આંતરિક છે, ધર્મ કરે એટલે અંદરથી આનંદ અને પ્રસન્નતા થાય. હળવાશ અનુભવાય કારણ કે ધર્મનું સ્વરૂપ જ પરમ શાંત રસમય છે. પણ પૂછો અંતરને કે ધર્મ કર્યા પછી હળવાશ અનુભવી છે ? અંતર, પ્રસન્નતાથી નાચી ઊઠયું છે ? નથી થતું ને આમ ? તે સમજી લેજે કે માત્ર જડ કિયા જ થાય છે. માટે જ કહ્યું : કેઈ કિયાજડ થઈ રહ્યા... ક્રિયા પાછળ ધ્યેય શું છે તેની ખબર નથી. અરે ! આરાધના શું અને શેની ? મેક્ષમાગે આરાધના જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપની કરવાની છે. પણ થયું છે શું ? જ્ઞાન, દર્શન તે ભૂલાઈ ગયાં. રહ્યા ચારિત્ર અને તપ. તેમાં વધુ મહત્ત્વ આપી દીધું તપને, અને તે પણ તપને સમજ્યા વગર. માત્ર આહારના ત્યાગને તપ સમજી બેઠા છીએ. અવસરે એ જ તપ કરતા રહ્યા છીએ અને એના અલૌકિક મહત્ત્વને વ્યાવહારિક્તામાં વહાવી દીધું. શું આહાર છેડીને ભૂખ્યા રહ્યા તે તપ છે ? ના, તે માત્ર ત્યાગ છે. તપના ધ્યેયને સમજ્યા નહીં. જે આહારત્યાગ જ તપ હોત તે ભગવાન 12 પ્રકારનાં તપ કહેત નહીં અને બાહ્ય તપ કરતાં આંતર રૂપને વધુ મહત્વ આપત નહીં. હા, આહારત્યાગથી થતું તપ જે સમજણપૂર્વક થાય, તે દરમિયાન આત્મભાવમાં રહેવાતું હોય તે તે ઉપવાસ છે. આજે શરીરરૂપી મોટરને પટેલની જરૂર નથી એટલે આહાર પ્રપંચથી નિવૃત્ત થઈ, આત્મભાવનામાં તદાકાર થવાને સબળ પુરુષાર્થ કરું, એવી ભાવનાથી ઉપવાસ થાય એ જ ઉપવાસની સન્મુખતા છે. અને તેથી અનંતાનંત કર્મોની નિર્જરા થાય છે. માટે સમજીને વિચારપૂર્વક તપ કરીએ. એ જ રીતે ચારિત્ર. બાહ્ય ચારિત્રને જ ચારિત્ર માની લીધું. - શ્રાવકનાં વ્રતે કે સાધુનાં વતે માત્ર બહારથી પાળવા તે ચારિત્ર, પણ એ દ્રવ્ય ચારિત્ર છે. આ ચારિત્ર આંતર ચારિત્ર, ભાવ ચારિત્રને પ્રગટાવવાનું સહાયક સાધન છે. પણ તે સર્વસ્વ નથી. બાહ્ય ચારિત્ર ગમે તેટલું