SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ 24 હું આત્મા છું એવો ને એ રહે તે ધર્મ કર્યાને અર્થ શો ? આ માટે આત્માને ઢળ પડે. હજુ સુધી મારામાં પરિવર્તન નથી આવ્યું તે કંઈક ભૂલ છે. કયાંક ચૂકું છું. કંઈક ઉણપ છે. કાં તે ધર્મની આવશ્યક્તા જ જણાઈ નથી એટલે જ નાટક ચાલે છે. નહીં તે કાર્ય ફળ આપે જ. એટલે કે યથાર્થ કાર્ય થયું નથી માટે જ તેનું યથાર્થ ફળ મળ્યું નથી. અહી એવી ભૂલેમાં રાચનાર જીવોની તરફ સંકેત કરતાં શ્રીમદ્જી ફરમાવે છે : કઈ કિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કઈ માને મારગ મેલનો, કરૂણું ઉપજે જોઈ...૩... અહીં પિતાની માન્યતામાં–ભૂલભરેલી માન્યતામાં જ મેક્ષ માર્ગની કલ્પના કરનાર બે પ્રકારના છ બતાવ્યા. એક જડ ક્રિયાવાદી અને બીજા માત્ર જ્ઞાનની નીરસ વાત કરનારા, કે જેઓ કરૂણાને પાત્ર છે. તેમાં પ્રથમ પ્રકારના ધર્મના નામે ઘણી ક્રિયાઓ કરતા હોય પણ તેમાં તેના અંતરભાવ ભળેલા ન હોય તેથી તેનું કાંઈ જ ફળ મળે નહીં. જેમ કે તમારા રસોડામાં ઉપગમાં આવતી છરી. તેના વડે કેરી સુધારવામાં આવે, મરચા સુધારવામાં આવે કે કારેલાં સુધારવામાં આવે. આ ત્રણમાંથી ક્યા સ્વાદને એ માણી શકે ? મીઠે, તી કે કડવો ? એકેય રસની એને ખબર નથી. કારણ? કારણ કે તે જડ છે. જડ ગમે તેટલી ક્રિયા કરે તેનું તેને કાંઈ ફળ ન હોઈ શકે. નથી લાગતું કે આપણે પણ જડ જેવા થઈ ગયા છીએ અને તેથી જ જડ ભાવે કિયા કર્યા કરીએ છીએ અને તેનું ફળ પામતા નથી. ધર્મકિયા થતી હોય પણ એય જે રૂટીન વર્કની જેમ જ થાય તે એ જડ જ છે વિચાર તે કરે મારા પ્યારા બંધુઓ ! કે તમે અહીં આવે છે. કેટલે સમય આપો છે ? એ એક-એક પળની કિંમત કેટલી છે? શું તમે તમારે સમય વ્યર્થ વેડફી દેશે ? બધું છોડીને આવે છે ત્યારે કેમ એવી ભાવના નથી થતી કે મારી અમૂલ્ય એવી પળને નિરર્થક નહીં જવા દઉં. આ પળમાં જે ધર્મ કિયા કરીશ તે એવી કરીશ કે સાર્થક થાય, ધર્મ માન્યતામાં નથી પણ વાસ્તવિકતામાં નથી લાગ જ ગમે તેટલો , એને ખબર નથી
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy