________________ ક્રિયા-જડ...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અને અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જીવ સમક્ષ, અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મિક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રનની આરાધના મોક્ષમાર્ગને પ્રશસ્ત કરે છે. વિરાધક ભાવને તોડતે જીવ ક્રમે-કમે આરાધક ભાવમાં સ્થિર થતું જાય છે. જે આરાધના સમ્યફ થાય તો તેનું ફળ સમ્યગૂ જ મળે છે. સમ્ય આરાધનાનું સુ-ફળ મળ્યા વગર રહે જ નહીં. વ્યાવહારિક કાર્ય પણ યથાર્થ રૂપે થાય, તે જ તેનું ફળ યથાર્થ મળે. જેવું કાર્ય તેવું ફળ કોઈપણ કામ, કરવા ખાતર જ કરી લેવાય. તે બરાબર છે કે નહી તે ધ્યાન, ન દેવાય તો તેનું યોગ્ય ફળ મળતું નથી. એક બિજને જમીનમાં વાવી દીધું અને જે તેને હવા, પાણી પ્રકાશ, ખાતર વગેરે બધું જ યંગ્ય મળી રહે તે જ તે બી પ્રસ્ફટિતા થઈ અંકુરિત થાય છે. વળી બધું હવા પછી પણ જે જમીને જ બરાબર ન હોય તે પણ તે ઊગે નહિ. બીજ ફળે નહીં. જેટલી અધૂરાશ જોઈતી સામગ્રીમાં રહે એટલી અધૂરાશ ફળમાં પણ રહે માટે ભૂમિકા યથાર્થ જોઇશે તેની સાથે બધા જ સંગો પણ યથાર્થ જોઈશે.. એ બધું થયા પછી જે જે ફળને ઈચ્છીએ છીએ તે મળશે. સ્વીચ: ઓન કરે છે ને પ્રકાશ મળે છે. પણ સ્વીચ ઓન કર્યા પછી પણ જે પ્રકાશ ન પામે તે તરત વિચારે કે કયાંક ખામી છે. કોઈ કારણે ક્યાંથી પ્રકાશ પ્રાપ્ત થવો જોઈએ તેની સાથેનું કનેકશન, કપાઈ ગયું છે. અથવા. તે લાઈન બરાબર નથી, ફીટીંગ બરાબર નથી કે બબને ફયુઝ ઊડી