________________ વર્તમાન આ કાળ ! “એમ ? અચ્છા, બતાવ તો જે વખતે ડૂબી રહ્યો હતો ત્યારે કેણ Bણ યાદ આવ્યું ?" “કઈ નહી ? “કેમ ?" તારી પત્ની તથા બાળકે નથી ? મા-બાપ નથી ? સ્વજન મિત્રે નથી ?' મહારાજ ! બધાં જ છે.' “તે કઈ યાદ ન આવ્યાં ?" “ના, મહારાજ ! માત્ર એક જ વિચાર હતું કે હવે આમાંથી છૂટું તે જ બચીશ, નહીં તે મરીશ. બસ, કેમ જીવતે રહું એ જ એક વિચાર હતું. અને મહારાજ ! ખરું કહું ? બહુ વ્યાકુળ થઈ ગયે હતે” ત્યારે સંત કહે છે : “ભાઈ ! એક નાશવંત જીવનને બચાવવા માટે જેટલી વ્યાકુળતા થઈ એ સમયે બધાં હોવા છતાં કોઈ યાદ ન આવ્યાં. માત્ર એક તું જ રહ્યો હતો. તેને એમ લાગ્યું હશે કે અત્યારે આ વિશ્વમાં બીજું કઈ નથી. બસ, આત્માને પામવા માટે આવી વ્યાકુળતા જન્મે, બધું જ વિસરાઈ જાય, સહ સંબંધ અંતરથી અળગા રહે ત્યારે જ આત્મસાક્ષાત્કાર થઈ શકે. એ વિના નહીં.” બંધુઓ ! અહીં શ્રીમદ્દજી પણ આ ગાથા દ્વારા આપણને એ જ કહેવા માગે છે કે સંસારથી પર થઈ, માત્ર દૃષ્ટિ આત્મા પર જોડાઈ તે જ આત્માને પામવાને પુરુષાર્થ જાગી શકે છે. પણ એ મોક્ષમાર્ગ સમજાય તે જ. હવે આ માર્ગને નહી સમજનારા કેવા ભ્રમમાં હોય છે અને કેવા બેટા માર્ગે સમય અને શક્તિ વેડફી રહ્યા હોય છે તે હવે પછી આગળની ગાથામાં બતાવવામાં આવશે.