________________ નમું શ્રી સદ્દગુરુ ભગવંત આપણે સહુ આત્મનિરીક્ષણ કરીએ, આપણામાં રહેલા રાગ-દ્વેષ-કષાયોને જાણીએ, તેના એકરાર કરીએ અને પશ્ચાત્તાપના જળ વડે તેને જોઈએ. સાથે સાથે યથાશક્તિ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દાન, શીલ અને ભાવની આરાધના કરીએ. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે બલ થામ ચ પિતાએ સદ્દા મારગ મપણે. તારી જેટલી શારીરિક માનસિક અને આધ્યાત્મિક શક્તિ હોય તે. શક્તિને જરાપણ છુપાવ્યા વિના, થાય તેટલી આરાધના કરી લેજે આ આરાધના દ્વારા હું આત્મા છું એનો દઢ નિર્ણય હદયપટલ પર અક્ષરાંતિ થઈ જવો જ જોઈ એ. શ્રીમદ્જીના શબ્દોમાં– રે આત્મ તારે, આત્મ તારે શીધ્ર એને ઓળખે, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખે.” આ મૂળભૂત સિદ્ધાંત છે. આને સર્વ રીતે સમજીશું. તે જ આત્મસિદ્ધિના હાદને પામી શકીશું. હાઈને પામવું તે માત્ર બુદ્ધિની જ સમજ દ્વારા નહિ પણ “હું આત્મા છું અને પછી તે "gf દવં વાળ " એ ભાવ, એવી શ્રદ્ધા આત્મ સ્પશી બને, જે પોતાને જાણે છે. તે સર્વને જાણે છે. બંધુઓ ! આજના પ્રથમ દિવસે જ હું તમારી પાસે ગુરુદક્ષિણે માગી લઉં તે તે અનુચિત નહિ જ કહેવાય. કે આપણે આ ચાર મહિનાની આરાધના તમે સહ “હું આત્મા છુંની આસપાસ જ કરશે. અને ચાતુર્માસના અંતે હું તમારા સૌમાં એ જેવા ઈચ્છું છું કે તમારા મેરેમ માં હું આત્મા છું આત્મા છું ને દિવ્ય ધ્વનિ ગુંજતો થાય. અહીં અમે ચાર મહિના માટે આવ્યા છીએ તે આરાધના કરવા અને કરાવવા. આજથી શરૂ થતી આ સાધના કારતક પૂનમ સુધી ચાલશે. આપણે જ્ઞાનયજ્ઞ ચાર મહિના સુધી અખંડ ચાલશે. તેમાં આપણે સહુ આપણું વિષય-કષાય, રાગ-દ્વેષ, વાસના-વિકૃતિઓ હામી દઈને નિર્મળ બનીએ. શુદ્ધ બનીએ. આ આત્મવિશુદ્ધિ માટે જ આત્મસિદ્ધિ શાસ્ત્રની ચર્ચા આપણે કરવી છે. હવે પછીની ગાથામાં આગળ શું ભાવ બતાવ્યા છે તે અવસરે કહેવાશે.