________________ 10. હું આત્મા છું સદ્ગુરુનું પદ પામી શકે છે. માટે જ એવા પદને નમસ્કાર અહીં થયે છે. વળી તે સદ્ગુરુની દશાને વધુ સ્પષ્ટ કરવા શ્રીમદ્જી બે વિશેષણ આપે છે :- શ્રી સદ્ગુરુ ભગવંત શ્રી અર્થાત્ લક્ષ્મી. જેઓ:લક્ષ્મી-સંપન્ન છે. કઈ લક્ષ્મી? તમે બધા પણ લક્ષ્મી-સંપન્ન છે. લાકડાના માલિક છે. તે તમે પણ સદુગુરુ ખરા ને ? નહિં? અરે ! તમે તે આ લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે આત્મલક્ષ્મી ગુમાવી બેઠા છે, આત્મ-ગુણોને ઘાત કરી રહ્યા છે. અહીં તે જેમણે આત્માની જ્ઞાન-દર્શનાદિ ઋદ્ધિને પ્રાપ્ત કરી છે તે શ્રી સંપન્ન છે. અને વાસ્તવિક લક્ષ્મી પણ આ જ છે. બાકી બધું ધૂળ છે. જેમણે પોતાના સને પ્રાપ્ત કરી લીધું છે. સત્ એટલે આત્મા. સત્ એટલે સંસાર નહિ, ધન નહિ. તમારે મન સત્ એટલે શું ? ધન ? પણ ધન ગમે તેટલું પામ્યા પછી પણ સદ્ગુરુ બની શકાતું નથી. બંધુઓ! સદ્ગુરુ તે. તે જ કે જેમણે મને સાક્ષાત્કાર કર્યો છે, તે પિતાને પામ્યા છે એવા સદ્ગુરુને “શ્રી” ની ઉપમા લાગે છે. ભગવંત-જેના અનેક અર્થ થાય છે, અહીં ભગવંત એટલે ભાગ્યવાન, જેમણે શુભ યોગે કરી પુણ્યને રાશિ એકઠો કર્યો છે. ભગવંત એમને એમ નથી બની જવાતું. જેની પાસે પુણ્યના ચેક ના થેક છે અને એ પુણ્ય પિતાની આત્મ-વિશુદ્ધિ માટે અનુકુળતા કરી આપે તથા પુણ્યાનુબંધી પુણ્ય, અન્ય જીવોને માર્ગ બતાવવાનું સામર્થ્ય ધરાવે. આમ જે પિતે તરે અને. બીજાને તારે તે ભગવંત. તિન્નાણું–તારયાણું એટલે કે જેઓ પોતે પહેલાં તરીને તીર થઈ જાય તે જ ડૂબતાને તારી શકે છે. શ્રીમદ્જીએ આવા શ્રી અને ભાગ્યથી યુક્ત એવા સદ્ગુરુને અહીં પ્રણામ કર્યા છે. આમ આત્મસિદ્ધિ શાસ્ત્ર શરૂ કરતાં શ્રીમદ્જી નમ્રભાવે સદ્દગુરુના ચરણોમાં વંદન કરી અનુભૂત આત્મસ્વરૂપને સમજાવવાનો પ્રયાસ કરે છે. આત્માને જાણવા, જેવા, ઓળખવાની આરાધના કરવા માટે જ આપણા પૂર્વાચાર્યોએ પર્વોનું નિર્માણ કર્યું છે આજને ચાતુર્માસિક પાખીને દિવસ પણ એ માટે જ છે કે આજે પ્રતિક્રમણ દ્વારા, આલેચના દ્વારા,