________________ વતમાં આ કાળ..! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અને અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યા ત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના સ્વને નિર્ણય કરવા માટે છે. - આ જીવે પરના નિર્ણયમાં અનંત ભવ ગુમાવ્યા છે. સ્વ એટલે ચૈતન્ય અને પર એટલે જડ. ચૈતન્યની શેધ જીવે કરી નહીં અને જડની શેધ માટે, તેનાં ઊંડામાં ઊંડાં રહસ્યો પામવા માટે કેટલી મહેનત! તમને ખ્યાલ છે કે એક વૈજ્ઞાનિક, જગતનાં રહસ્યોને જાણવામાં પિતાની આખીયે જીંદગી ખચી નાખે છે. લેબોરેટરીમાં કામ કરતે સાયન્ટીસ્ટ, રાત-દિવસ એક કરે છે. ઊંઘ અને આરામ હરામ કરે છે. ખાવા-પીવાનું ભાન તેને રહેતું નથી. આટલો પુરુષાર્થ માત્ર જડ જગતને જાણવા માટે જ છે. કારણ તેને રસ, તેની રુચિ જડમાં છે. પ્રત્યેક જીવ કોઈને કોઈ મહેનત કરતે જ હોય છે. બધાને કંઈક પામવું તે છે જ. પણ જેવી જેની રુચિ. જેની આત્મા વિષે રુચિ હશે તે આત્માની શોધ કરે. અને જેને ભૌતિક સંસારની રૂચિ હેય તે ઈદ્રિયજન્ય વિષયોને શોધવા–મેળવવામાં જીવન નષ્ટ કરી દે. જડની શેધમાં દુનિયાનું ભાન ભૂલી જાય. તેના એટલા ઊંડાણમાં જાય કે પોતે કયાં છે તેની તેને ખબર ન રહે. બંધુઓ! એવા પણ બાળકો આપણે જોયા છે કે તેના હાથમાં એક નવું રમકડું આવે તે તેને એક એક parts એ જુદા કરી નાખે. પાછા તેને ફીટ કરે. વળી તેને જુદા પાડે. અને તેની એક એક રચનાને જાણવા