________________ સ્વ. દાદાશ્રી વેલજીભાઈ હેમચંદભાઈ ઠેસાણી કાઠિયાવાડની ધીંગી ધરા ધારીમાં જન્મ ધારણ કરી સ્વ-બળે પોતાનાં જ ગામમાં પ્રગતિ સાધી અનાજ - કરીયાણા નો વેપાર કર્યો. સ્વભાવે સરળ - વાત્સલ્યમૂતિ - ધર્મ પરાયણ અને પરદુઃખભંજન સંસ્કારો જેની રગેરગમાં વહેતા હતાં. ધર્મ પરત્વે અપાર મમતા જેમનામાં આત્મસાત હતી એવા વાત્સલ્ય મૂતિ દાદાની પૌત્રી તરુલતા સંયમમાગે સંચર્યા. પ્રચંડ સંયમ તપની આરાધના કરી. ચારિત્રને સૂર્ય સમ દિપાવ્યું અને કુળ એકોતેર તાર્યા એવા પૂજ્ય તરૂલતાબાઈ મહાસતીજીનાં દાદાશ્રીને કેટી કેટી વંદન. એજ સ્વ. વનમાળીદાસ વેલજીભાઈને પરિવાર