________________ જુનાગઢ નિવાસી પરમ ઉપકારી પુ. પિતાશ્રી તથા પુ. માતુશ્રી સ્વ. હકમીચંદ કપુરચંદ માવાણી નવલબહેન હકમીચંદ માવાણી આપે અમારામાં રેડેલ સદ્ગુણોના તથા ધર્મના સંસ્કાર, આપ પ્રત્યેનું ઋણ ચુકવી શકે તેમ નથી. સતકાર્યો અને ધર્મકાર્યો કરવા આપની પ્રેરણા હંમેશ આશીર્વાદ રૂપે અમારા ઉપર વરસી રહે તે જ આપના ચરણોમાં સવિનય પ્રાર્થના. 1979 તથા ૧૯૮૪માં પરમ ઉપકારી સરળ સ્વભાવી સ્વાધ્યાય પ્રેમી શાંતમુતી પ. પુ. બા. બ્ર. લલીતાબાઈ મહાસતીજી (બાપજી) અત્રે પધારી અમારામાં સુસ સ્કાર, સદાચાર, તપ-ત્યાગ ખીલવીને, ધાર્મિક ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા આપી તેમાં આ વર્ષે ૧૯૮૬ના ચાતુર્માસ માટે તેમના ગુણીયલ તત્વજ્ઞ સિદ્ધાંત પ્રેમી શિષ્યરત્ન પ્રભાવશાળી પરમ પુ. બા. બ્ર. ડો. તરૂલત્તાબાઈ મહાસતીજી મદ્રાસ પધારી આત્મસિદ્ધિ જેવા ગહન શાસ્ત્ર પર અમૃતમય પ્રવચને આપી આત્મજાગૃતિ કરી, ધમકાય તથા સતકાર્યમાં પ્રેરીત કરેલ છે. તેઓ સર્વને અમારી અંતરની કોટી કોટી વંદણા. બળવંત હકમીચંદ-લક્ષ્મીચંદ હકમીચંદ (જતીન) માવાણી પરીવાર.