________________ ગુરુ શિષ્ય સંવાદથી...! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના જેણે નિજાનુભૂતિ કરી છે, તે જ કરી શકે છે નિજાનુભૂતિ વિહોણે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રના નામે અનેક અનુષ્ઠાને સેવતે હેય. પણ તે તેને પ્રયાસ મિથ્થા સાબિત થાય છે. સમ્યગુ પુરુષાથ તે તે જ કે જેથી મેહને ક્ષય થાય. શ્રીમદ્જી પણ સમ્યગદશાના પ્રાગટયના ઉપાય, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બતાવે છે. દશા પ્રગટે એટલે દિશા મળે છે, અને એ દશા તેમજ દિશા બને પામવા માટે જ આ ગાથા કહે છે– ઉપજે તે સુવિચારણું, મેક્ષમાર્ગ સમજાય; ગુરૂ-શિષ્ય સંવાદથી, ભાખું ષપદ આંહી..૪૨... આત્માથનાં લક્ષણે છેલી કેટલીક ગાથાઓમાં બતાવ્યાં. તેનામાં રહેલી વિચારદશા કેવી હોય તે પણ દર્શાવ્યું. હવે આવી વિચારદશા પ્રગટે અને મોક્ષમાર્ગ સમજાય તે માટે આ શાસ્ત્રના હાર્દરૂપ છ પદે ગુરુ-શિષ્યના સંવાદથી કહેવામાં આવશે. શિષ્યના મનમાં શંકા થાય છે. ગુરુદેવ સમીપે એ શંકા રાખે છે અને કૃપાળુ ગુરુદેવ સમાધાન આપે છે. અહીં શ્રીમદ્જીએ સંવાદશૈલી શા માટે આપવાની હશે? વાસ્તવમાં તે પિતે જ પ્રશ્ન ઉઠાવ્યા અને પોતે જ સમાધાન આપ્યું છે. છતાં એક સુપાત્ર શિષ્યની જિજ્ઞાસાવૃત્તિ કેટલી પ્રબળ હોય? તથા જ્યારે આત્મલગની લાગે ત્યારે આત્માને સમજવા માટે તેના મનમાં કેવા-કેવા