________________ જ્યાં પ્રગટે સુવિચારણા 343 - એ પુરુષાર્થ પ્રગટે ત્યારે મેહનો ક્ષય થાય અને નિર્વાણ પદને પામે. જે પદની પ્રાપ્તિ પછી જીવ કૃતકૃત્ય થઈ જાય છે. કશું જ કરવાનું શેષ રહેતું નથી. એવું અંતિમ પદ એટલે જ નિર્વાણ પદ ! પદની પ્રાપ્તિ સહન કરવી છે. પણ કેવું પદ? બંધુઓ! તમને પૂછે તે શું જવાબ આપશે ? કે મોટી સંસ્થાના પ્રમુખપદે, કે મંત્રીપદે હે તે એને ગર્વ કેટલે ? અને ન હો તે એ પદ મેળવવા માટેની ઝંખના કેટલી ? કાવાદાવા કેટલા ? રાજકીય ગંદી રમત કેટલી ? એ પદ મેળવી માન, પ્રતિષ્ઠા મેળવી લેવી છે. પણ હું તો કહું છું કે આવું પદ પામીને કંઈમેળવતા નથી, ગુમાવે છે. પદ મળે એટલે તમારું સન્માન થાય, તમને હાર પહેરાવવામાં આવે. ત્યારે વિચારો છો? કે જીવનમાં તો ખેટના ખાતામાં જ બેઠા છીએ અને આ એક વધુ હાર થઈ! હાર પહેરાળે અને અભિમાન વધ્યું એટલે પહેલાં તે ત્યાં જ એક પગથિયું નીચે ઉતર્યો. અને પછી એ અહંના પિષણ માટે ઢગલાબંધ રાગ અને દ્વેષની પરંપરા ! ત્યાં તે સખત પતન ! તો કહે મેળવેલું આ પદ ઉત્થાનની નિશાની કે પતનની સીડી? શું કહેશે? બંધુઓ ! આવાં પદ જીવને વિભાવમાં જ ઘસડી જાય છે. માટે એ પદની લાલસા રાખવા જેવી નથી. પદલોપી માણસ રાજકીય ક્ષેત્રે કે સામાજિક ક્ષેત્રે કેટલું આત્મ-અહિત કરતે હેય છે તે તમે સહુ પણ સારી રીતે જાણે છે ! સેવાના નામે માત્ર લૌકિક માન જ એને ખપતું હોય ! એ ન મળે તે જોઈ લ્યો એની દશા ! કેટલી ભયંકર ! માટે જ અહી અધ્યાત્મ શાસ્ત્રમાં આ બધાંને પરભાવ કહી છેડવાની વાત કરી. પરભવમાં નિમગ્ન રહેવું તે સર્વથા ત્યાજય છે. એ જીવ આત્માર્થ પામી શકે નહી. - અહી તે આત્માથી જીવના વિકાસની કિંમત છે. નિવાર્ણ જેવા પદને એ અધિકારી બને છે. જુઓ ! અહીં પણ અધિકારની વાત આવી. પણ એ તે પિતાને પિતા પર સર્વાધિકાર! પિતા પર બોજાને અધિકાર નહીં! ભૂતકાળ અનંત સિદ્ધો થયા પણ એ પહેલાં થયા માટે સીનિયર છે અને નવા થયેલા સિદ્ધો પર અધિકાર જમાવે?નહીં! સહુ સર્વતંત્ર સ્વતંત્ર ! પિત–પિતામાં જ ! બીજે કશે જ નહીં ! આવી નિજાનંદની અનુપમ મસ્તિ જયાં આઠે પ્રહર રહે તેવું નિર્વાણપદ. જે જીવનું ચરમ પ્રાપ્તવ્ય છે. સુ-વિચારણાના ફળરૂપ નિર્વાણ પદની પ્રાપ્તિ ત્યાં પુરુષાર્થને પૂર્ણ વિરામ. આગળના ભાવ અવસરે....