________________ 342 હું આત્મા છું સાથે લડવાનું છે. કેટલો સમય લાગ્યો? 12 વર્ષ અને 13 પક્ષ ! બંધુઓ! વિચાર કરે પ્રભુએ આટલે લાંબા સમય શું કર્યું ? ગ્રન્થકારો કહે છે, અમુક તપ કર્યા. આપણી પાસે પ્રભુની તપશ્ચર્યાના આંકડા ઉપલબ્ધ છે. છડ, અઠ્ઠમ, અર્ધમાસી, માસક્ષમણ, ચાર-માસી, છ-માસી આદિ આદિ તપની ગણતરી આપણે કરી છે. પણ શું પ્રભુએ માત્ર આટલું જ કયું ? નહી ! આ તો બહારથી તેમના દેહને કેટલું તપવું પડયું, તેનું ગણિત માંડયું આપણે! પણ તેઓના આત્મભામાં શું શું ચાલ્યું ? તેઓના અંતરમાં પડેલી મેહદશા કેવી પ્રચંડ હશે ? કે તે દશાને પલટાવી, અત્યંત નિર્મોહ દશાની પ્રાપ્તિ કરતાં કરતાં કેટલે કાળ વ્યતીત થઈ ગયે ? બંધુઓ ! વિચારો ! જેઓ પિતાને બાલ્યકાળમાં અપ્રતિમ સામર્થ્યને અનુભવ માનવને જ નહીં પણ દેવને પણ કરાવે છે. દેવેએ તેઓને વીર જ નહીં, મહાવીર કહેવા માટે બાધ્ય થવું પડયું. પ્રભુ પાસે હાર કબૂલ કરવી પડી અને એ દેવે પ્રભુના ચરણ સેવક બની ગયા. આવી અનુપમ શરીર શક્તિ, મન-શક્તિના ધારક, નિર્ભયતા અને સાહસિકતાને વરેલા, કરૂણા અને મળતા, જેમના–રેમ-રમમાં ઝળકી રહી છે એવા એ અખૂટ શક્તિના ધારક આત્માને આટલા લાંબા સમય સુધી પિતાના અંતર સાથે યુદ્ધ કરવું પડ્યું! કેટલું કઠિન હશે એ ? ઉપસર્ગો અને પરિષ શરીર અને મનને સહેવા પડયા તો આત્માને શું-શું નહીં સહેવું પડયું હોય ? અને તેમાંથી પાર ઉતર્યા તો મેહદશાને સર્વથા નાશ કર્યો. બંધુઓ! ગાથામાં શ્રીમદ્જીએ કહી દીધું કે તે જ્ઞાને ક્ષય મેહ થઈ પામે પદ નિર્વાણ કેટલું સરળ લાગે છે ! નહિ ? નિજજ્ઞાન થયું, તેણે મોહનો ક્ષય કર્યો અને મેક્ષ પામી ગયે. આ તે જાણે “તાવ આવ્યો ને ટપ મૂઓ” એવું જણાય છે. પણ ના, આ એટલું સરળ નથી. માત્ર એક પ્રભુ મહાવીરની સાધનાને વિચારીએ તે પણ અત્યંત કઠિન લાગે છે. પણ આવા તો અનેક છ મુક્તિને પામ્યા અને સહુને આવા કે આનાથી પણ વધુ પુરુષાર્થની આવશ્યક્તા રહી છે. કંઈકેટલાયે મહાપુરુષની સાધનાના ઇતિહાસથી આપણે અજાણ છીએ. તે સહુ પરમ પુરુષાર્થ વડે જ મોક્ષ પામ્યા છે.