________________ ગુરુ શિષ્ય સંવાદથી 345 પ્રશ્નો ઊઠી શકે તે બતાવતાં આ શૈલી ગ્રહણ કરી હોય તેમ લાગે છે. શિષ્ય શંકા કે કુશંકાના ભાવથી કુતર્કો નથી કર્યા પણ વીતરાગની વાણીમાં અતૂટ શ્રદ્ધા હેવા પછી પણ તત્વના ભાવે હૃદયમાં સ્થિર થયા નથી માટે જ, પિતાની શ્રદ્ધાને પુષ્ટ કરવા અર્થે શંકાઓ રજુ કરી છે. બંધુઓ! શંકા કોને થાય ? બે સિવાય બધાને જ ! એક તે તદ્દન અજ્ઞાની જેણે તત્ત્વ શબ્દ પણ સાંભળ્યું નથી કે જેના મનમાં ક્કી કંઈ જાણવું જોઈએ એવું ભાન પણ નથી, તેને શંકા ન થાય. અને બીજા સંપૂર્ણ જ્ઞાની, જેમને આખા યે લેકના પદાર્થો સ્પષ્ટ પ્રતિભાસે છે. સર્વથા પ્રત્યક્ષ છે. તેઓ પોતે જ સર્વજ્ઞાતા છે. ત્યાં શંકાને અવકાશ નથી. આ બે સિવાયના છે કે જેઓ નથી તદ્દન અજ્ઞાની કે નથી સંપૂર્ણ જ્ઞાની, તેઓને શંકા થવાની સંભાવના છે. અને તેમાં ય આત્મમાગે જેની સુપાત્રતા કેળવાઈ છે તેને આત્મ-તત્ત્વ વિષે જ શંકા થાય છે. આવી સત્પાત્રતા પ્રગટ થાય અને સમર્થ ગુરુના આશ્રયે શંકાઓનું સમાધાન થાય તે શિષ્યની ભાવ-ધારા વધુ ઉલ્લસિત થાય છે. અને આગમના ઊંડા રહસ્યને એ પામી જાય છે. મોક્ષ માગ સમજાય છે. ભારતની પરંપરામાં યોગ્યતા વિના, જ્ઞાન ન દેવાની ઊંડી સૂઝ મહાપુરુષમાં હમેશાં રહી છે. અરે! એક શિષ્ય ઘણે ગ્ય હોય, ગુરુદેવનું અંતઃ કરણ તેને સર્વ જ્ઞાન સોંપી દેવાની ઈચ્છાવાળું હોય અને આપે પણ ખરા! પણ વચમાં જે ગ્યતા ચૂકાય જાય તે જ્ઞાનયજ્ઞ અધૂરો રહી જાય. આપણું ઇતિહાસનું એક અજોડ પાત્ર એટલે મુનિ સ્થૂલિભદ્ર. જેમણે ભેગ અને વેગ બને પાઠો જગતને શીખવ્યા. એક વખતને ઉત્કૃષ્ટ ભેગી, ત્યાગ માગે ગયે તે એવો જ સર્વ–શ્રેષ્ઠ ગી પણ બની ગયે. અતરમાં નિવેદ જાગતાં આચાર્ય સંભૂતિવિજયજીનાં ચરણોમાં સંયમ ગ્રહણ કરી રત્નત્રયની આરાધનાની સાથે-સાથે ઉગ્ર તપે તપી રહ્યા છે. ભામાં શિષ્યત્વ પ્રગટી ચૂકયું છે. સમર્પણ ભાવે અભૂત નમ્રતાની સાથે ગુરુકુલવાસનું સેવન કરી રહ્યા છે. યોગ્ય શિષ્યના નિમિત્તે ગુરુદેવનું અંતર પણ ખીલી ઊઠે છે. બારબાર વર્ષ સુધી એક નર્તકીના આવાસમાં રહી ગળાડૂબ ભેગે જેણે