________________ * 37 પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હેય જે આતમાં, ઘટે ન આમ વિકલ્પ. પ૦ જડ ચેતનને ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ, એકપણે પામે નહીં, ત્રણે કાળ દ્રયભાવ 57 આત્માની શંકા કરે, આત્મા પિતે આપ શકાને કરનાર તે, અચરજ એહ અમાપ. 58 શંકા શિષ્ય-ઉવાચ આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર સંભવ તેને થાય છે, અંતર કર્યો વિચાર. 59 બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહ વેગથી ઊપજે, દેહવિગે નાશ. 60 અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. 61 સમાધાનસ ગુરુ ઉવાચ દેહ માત્ર સંગ છે, વળી જડ રૂપી દશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કેના અનુભવ વશ્ય ? 62 જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. 63 જે સંગે દેખીએ, તે તે અનુભવ દશ્ય; ઊપજે નહિ સંગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. 64 જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એ અનુભવ કેઈને, ક્યારે કદી ન થાય. 65 - કઈ સંગાથી નહિ, જેની ઉત્પત્તિ થાય નાશ ન તેને કઈમાં, તેથી નિત્ય સદાય. 66