________________ 304 હું આત્મા છું ગુણસ્થાને જઈ શકે એવી ગ્યતા તે છે. તે એ વિકાસ એટલે મિથ્યાત્વ દશા છેડી, સભ્યપ્રાપ્તિ રૂ૫ ચોથું ગુણસ્થાન, એ પછી મુનિદશા, અને એ પછી અપ્રમત્ત દશા. આટલી અવસ્થાઓની પ્રાપ્તિ, ચેથા આરામાં અને તીર્થકર પ્રભુની હયાતિના કાળમાં, છએ જે રીતે કરી, એ જ રીતે, એ જ અંદરના પુરુષાર્થ વડે, અને એ જ કર્મોનો ક્ષય, ઉપશમના કારણે થઈ શકે છે. તેમાં આર કે ક્ષેત્રના કારણે કંઈ ફેર ન પડે. તીર્થકરના કાળમાં ઓછા પુરષાથે એ દશા પ્રાપ્ત થાય અને અત્યારે વધુ પુરુષાર્થ કરે પડે એમ નથી. હા, ઉત્તમ કાળ હોય તે આંતર-બાહ્ય અનુકૂળતાએ વધુ મળી રહે, કે જેથી પુરુષાર્થ વધુ ત્વરાએ ઉપડે. એ સિવાય બીજો ફરક પડે નહીં'. અત્યારે ઘણા માણસો મહાવિદેહ ક્ષેત્રની મહત્તાનાં ગાન ગાતા હોય છે. એ કહે છે કે મરીને મહાવિદેહમાં જઈએ તો મોક્ષ પામી જઈએ. ઠીક છે, ત્યાં અત્યારે અને હમેશાં ચોથા આરા જેવા ભાવે પ્રવર્તે છે. સાક્ષાત્ તીર્થકર, કેવળી વગેરેને વેગ ઉપલબ્ધ થવાની શક્યતા છે. એટલે ત્યાં મેક્ષની આરાધનાને રાહ જલ્દી સુઝે. પણ એ તે અહીં પાંચમે આરો છે એટલે જ. અન્યથા આ ક્ષેત્રે પણ જ્યારે ચે આરે હોય ત્યારે મહાવિદેહ અને આ ભૂમિમાં કશે ય ફરક નહીં. ત્યાં જે આરાધના થાય તે અહીં થાય. ભૂતકાળમાં અનંત જ આ ક્ષેત્રથી મેલમાં ગયા છે, તેમજ ભવિષ્યમાં પણ જશે. તેમાં કંઈ ફરક પડતો નથી. માટે જ મેક્ષને માર્ગ, કે જે સર્વથા રાગ-દ્વેષના ક્ષય રૂપ છે તે સર્વકાળે સર્વક્ષેત્રે એક સરખે જ છે શ્રીમદ્જી ના શબ્દોમાં મોક્ષના માર્ગ બે નથી, જે જે પુરુષે મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે સઘળા પુરુષે એક જ માગથી પામ્યા છે, વત. માનકાળે પણ તેથી જ પામે છે, ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિ માગે છે તથા તે સ્થિર માર્ગ છે અને સ્વાભાવિક શાંતિ સ્વરૂપ છે. સવકાળે તે માર્ગનું હવાપણું છે તે માના મર્મને પામ્યા વિના કઈ ભૂતકાળ મેક્ષ પામ્યા નથી, વર્તમાનકાળ પામતા નથી અને ભવિષ્યકાળ પામશે નહીં,