________________ 305 એક હોય ત્રણ કાળમાં શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશો એ એક જ માગ આપવા માટે કહ્યાં છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશે ગ્રહણ થાય તો સફળ છે અને એ માગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશે ગ્રહણ થાય તો સો નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા, તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠા, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે ર્યોગમાં જ્યારે પામશે ત્યારે તે પવિત્ર, શાશ્વત, સપદના અનંત અતીન્દ્રિય સુખને અનુભવ થશે. તે વાટ સવ સ્થળે સંભવિત છે. ચોગ્ય સામગ્રી નહીં મળવાથી ભવ્ય પણ એ માગ પામતાં અટકયા છે, તેથી અટકશે અને અટક્યા હતા, મોક્ષમાર્ગ શું છે ? રત્નત્રયની સમ્યફ આરાધનાનું નામ જ મેક્ષમાર્ગ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના, જે માગે થાય તે મેક્ષમાર્ગ. શાસ્ત્રમાં એ બે પ્રકારે કહ્યો છે. જ્ઞાન, દર્શન, ચારિત્રને ભિન્ન દૃષ્ટિથી આરાધવા તે વ્યવહાર ક્ષમાર્ગ અને જ્ઞાન, દર્શન, ચારિત્રને અભેદ રૂપે અનુભવવા તે નિશ્ચય મોક્ષમાર્ગ. શ્રીમદ્જીએ “મૂળમાગ રહસ્ય માં પણ કહ્યું છેતે ત્રણે અભેદ પરિણામથી રે, જયારે તે તે આત્મારૂપ; તેહ મારગ જિનને પામિયે રે | કિવા પામ્યું તે નિજ સ્વરૂપ. મૂળ મારગ : એમ દેવ જિનાદે ભાખીયું રે, મોક્ષમાર્ગનું શુદ્ધ સ્વરૂપ. મૂળ મારગ... વ્યવહાર માર્ગે જ્ઞાન, દર્શન, ચારિત્રને ભિન્ન માનતા હોઈએ છીએ અને એટલે જ એ રત્નત્રય કહેવાયા, પણ નિશ્ચય નય એ ત્રણેયને એકરૂપ કહે છે, જે જ્ઞાનથી જાણ્યું, અર્થાત્ આત્માનું સ્વરૂપ અખંડ, નિરાગી, Bઅષાયી, સચ્ચિદાનંદમય છે એ જ્ઞાન વડે જણાય. જાણ્યા પછી આત્માની એિકરૂપતા, અભેદતા, વીતરાગતા તથા અનંત આનંદમયતાને આત્મામાં જ અનુભવ કરે, દઢ શ્રદ્ધાન કરવું, પ્રતીતિ કરવી તે દર્શન. અને આ અનુ