________________ એક હોય ત્રણ કાળમાં..! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની–અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સભ્યદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના એ જ જીવ કરી શકે, કે જે સદૂગુરુના ચરણમાં સર્વથા સમર્પિત થઈ ગયો છે, જે મન, વચન, કાયાના ત્રણે યોગની એકતાથી માત્ર આજ્ઞાપાલનમાં વર્યા કરે છે. શાસ્ત્રોમાં આરાધનાના પ્રકારો બતાવ્યા છે. શાસ્ત્રની પ્રરૂપણા ને હેતુ એ જ છે કે જેને સન્માર્ગ બતાવ.આપણે ત્યાં શાને બીજા શબ્દોમાં સિદ્ધાંત કહે છે. સિદ્ધાંત શબ્દનો અર્થ છે, જે સનાતન અને શાશ્વત સત્ય છે. જે ત્રણે કાળે સિદ્ધ થયેલ વસ્તુ છે. જે સર્વ કાળ અને સર્વ ક્ષેત્રે, સદા સમાન રહે તે સિદ્ધાંત. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મોક્ષમાર્ગની પ્રરૂપણ છે. મેક્ષ એ શાશ્વત સત્ય હેવાથી તેનું સ્વરૂપ કે તેને માર્ગ બદલાય નહીં, તે બતાવવા શ્રીમદ્જી એક હોય ત્રણ કાળમાં પરમારથને પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત૩૬ પરમારને પંથ એટલે મોક્ષને પંથ. જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાને પંથ. ત્રણે કાળમાં સર્વ ક્ષેત્રે એક જ હોય, તેમાં ભેદ પડે નહીં કયારેક કોઈ ક્ષેત્રે આરાધનાના યોગ કદાચ વધતા ઓછા મળે, તે બની શકે. જેમકે અત્યારે ભરત-ઐરાવત ક્ષેત્રે અવસર્પિણ કાળને પાંચમો આરે પ્રવર્તી રહ્યો હઈ. આ કાળે, આ ક્ષેત્રે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની હીનતાના કારણે, માનવનું ઉપાદાન એટલું તૈયાર જ ન થઈ શકે કે એ કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધીને પુરુષાર્થ કરી શકે. પણ આ કાળે જીવ છે, સાતમે