________________ 302 હું આત્મા છું આપવી પડશે. તે જ સર્વ યોગેની સર્વ પ્રવૃત્તિ ગુરુદેવને સમર્પિત થઈ શકશે ! અહીં આત્માથીની ઉચ્ચ કેટીની યોગ્યતા શ્રીમદ્જીએ બતાવી છે. એ માત્ર મુખેથી જ ગુરુદેવના ઉપકારના ગુણગ્રામ ન ગાઈ લે પણ મન, વચન, કાયાએ આજ્ઞા ઉઠાવવા તૈયાર હોય. પછી તે આજ્ઞા ગમે તેવી આકરી કેમ ન હોય ! પણ યોગ્ય જીવને હળવી ફૂલ જેવી લાગે. જ્યાં રસ છે, રૂચિ છે, પ્રીતિ છે ત્યાં બધું જ સહજ છે. આત્માથીએ ગુરુ, આજ્ઞામાં ધર્મ સ્વીકાર્યો છે. તેથી તેને મન કંઈ જ કઠિન નહીં. તે સહજ ભાવે ગુરુ આજ્ઞાએ વત્યે જાય. પછી તેના માટે મુક્તિ દૂર ન હોય. આત્માથીની વિશેષ યોગ્યતા અવસરે..