________________ 282 હું આત્મા છું પણ બોર્ડ લગાવ્યું. “પેરીસને સર્વશ્રેષ્ઠ દરજી” આ જોઈ ત્રીજાને તે દિલમાં આગ લાગી. મારે તે કલાસ જ ક્યાં રહો ? મને કોણ પૂછવા આવશે ? અને એના ફળદ્રુપ ભેજામાં વિચાર ઝબકે. પેલે ફ્રાન્સને શ્રેષ્ઠ છે, બીજે પિરિસને શ્રેષ્ઠ છે, પણ આપણે તે એ બનેથી ચડિયાતા છીએ. એટલે તેણે ત્રીજે દિવસે સવારે મોટા સુંદર અક્ષરે ચિતરેલું બોર્ડ લગાવ્યું “આ ગલીને સર્વશ્રેષ્ઠ દરજી', બે ય કરતાં પણ આગળ વધે. બંધુઓ! વિચારે ! કઈ વૃત્તિએ કામ કર્યું ? તમે કહેશે, મહાસતીજી ! ધધો કરે હોય તે આમ જ થાય. નહીં તે આગળ વધી ન શકીએ, ઠીક છે. ધંધાની વાત જવા દો ! હું તમને પૂછું છું કે આપણે જે આવાં બોર્ડ લગાવી શકતા હોત તો શું કરત ? કેના–કોનાથી આપણી જાતને શ્રેષ્ઠ પુરવાર કરવા પ્રયત્ન કરત ? અત્યારે પણ જ્યાં જ્યાં જઈએ છીએ. જેટલા વ્યક્તિઓની વચ્ચે હાઈએ છીએ, ત્યાં પણ આપણું જાતને તારવી લઈને સમજતાં હોઈએ છીએ ને કે આ બધાં ભલે, પણ મારી જેવો કઈ નહીં. પછી તમને જે ક્ષેત્રમાં રસ હોય, જે ક્ષેત્રમાં તમે કંઈક છો એમ માનતા હો, ત્યાં તમારાથી ઊંચે કઈ નથી એવું માને છે કે નહીં ? ધર્મના ક્ષેત્રે પણ આમ જ છે. કોઈ કહે છે અને જે ક્રિયાઓ કરીએ છીએ એવી કઈ ન કરી શકે ! કોઈ કહે અમે નિયમમાં પાક્કા છીએ એવા કેઈ નહીં ! કોઈ કહે અમે ભક્તિ કરીએ એ તો અલૌકિક ! અમને જે ભાવો ભક્તિમાં આવે છે એવાને કેઈ નહીં આવતા હોય ! અરે ! ભાવોની તુલના કરવાવાળે તું કોણ ? તું જાણી શકે છે કેઈના ભાવને ? ભાવ એ તે અંતરની ચીજ છે. બહારથી માપવાની ચીજ નથી ! એમ સ્વાધ્યાય કરવાવાળા કહે, “અમે સ્વાધ્યાય કરીએ. એ તે અદ્દભૂત !" શું કરે જાણો છો ? 10-20 ભાઈ-બહેને ભેગાં થઈ કેઈ આધ્યાત્મિક ગ્રન્થનું વાંચન કરે અને કહે અમારા સ્વાધ્યાય તે જુઓ ! કે કરીએ છીએ ! તેઓને ખબર છે સ્વાધ્યાય એટલે