SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ પામે નહી પરમાર્થને 283 શું ? જેમાં સ્વને અધ્યાસ થાય અર્થાત્ સ્વની સતત પ્રતીતિ તે અધ્યાસ. તે અધ્યાસ જેમજેમ વધતો જાય તેમ-તેમ સ્વાધ્યાય થાય. પોતે પિતામાં સ્થિર રહે, સ્વાનુભૂતિની દશાને વેદતે હોય તે સ્વાધ્યાય. કેઈ આત્મા સ્વ-સ્વરૂપનું વેદન કરી રહ્યો છે તે કેમ દેખાય ? એ જેવાને વિષય છે ? એ તો પિતે પિતામાં અનુભવતે હેય, બીજાને બતાવી ન શકે. એટલે કહે છે, જુઓ ! અમે કરીએ છીએ તે ધર્મ. તે બંધુએ તે માત્ર બાહ્યા અનુષ્ઠાન સિવાય કશું નહીં. વળી તેની ઉપર અભિમાન કરે કે અમે કરીએ તે જ યોગ્ય છે. માટે જ શ્રીમદ્જીને કહેવું પડ્યું કે એ જીવ પણ મતાથી છે. ભલે ધર્માનુષ્ઠાન કરે પણ મતાથી જ, અને તે જીવ પરમાર્થને પામવાને અધિકારી નથી ! બંધુઓ ! કંઈ પણ પામવા માટે પહેલાં અધિકારી બનવું પડે છે. અધિકાર વિના વસ્તુ મળતી નથી. પછી તે ભૌતિક ક્ષેત્રે હેય કે ધાર્મિક ક્ષેત્રે. જેને જેટલો અધિકાર હોય એટલું જ એ પામી શકે. અરે ! સામાજિક ક્ષેત્રે માન-પ્રતિષ્ઠા જોઈતી હોય તે પણ ગ્યતા જોઈએ. આજે પાંચમાં પૂછાય કોણ ? ધનવાન ! ધન ન હોય તે કોણ ભાવ પૂછે ? ભાવ પણ ન પૂછાય ! અને એ જ વ્યક્તિ પાસે ધન આવે તે ખમ્મા-ખમ્મા થાય ! ભાઈ-ભાઈ થાય ! પણ એ જ વ્યક્તિ જે નિધન થઈ જાય તે કઈ પૂછે પણ નહીં કે ભાઈ ! જપે છે કે ભૂખ્યો છે? કારણ “નાણાં વગરને નાથિયે ને નાણે નાથાલાલ, અર્થાત્ કેઈ પણ ક્ષેત્રમાં કંઈ પણ જોઈતું હોય, પામવું હોય તો, એ-એ પ્રકારની ગ્યતા જોઈએ. ' અહીં પરમાર્થ પામવાના અધિકારીની વાત છે. કેણ પરમાર્થ પામી શકે ? જેના અંતર ભાવમાં મુમુક્ષુતા પ્રગટી છે તે. પણ માત્ર કોઈ મંડળમાં તમારું નામ લખાવી દે, કે કઈ મત–સંપ્રદાયમાં ભળી જાવ તેથી મુમુક્ષુ બની જવાતું નથી. એ તો માત્ર તે–તે પંથનું નામ છે. મુમુક્ષુતા એ તે અંતરદશા છે જે અંદરમાં પ્રગટાવવી પડે છે, બહારના બિલ્લાથી કાંઈ ન થાય.
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy