________________ 260 હું આત્મા છું કેટલીક વૃત્તિઓ આપણું રેજિંદા જીવનમાં તાણ-વાણાની જેમ વણાઈ ગઈ છે. પળ પળની પ્રવૃત્તિઓ વિભાવમય થઈ ગઈ છે. એ વિભાવને ફગાવી દે છે અને સ્વભાવને સંભાળી લે છે. માટે જ શ્રીમદ્જીએ આ ગાથા કથી છે. બંધુઓ ! આત્મસિદ્ધિ શાસ્ત્રની ૧૮ર ગાથાઓ, બધી જ ગાથાઓ બહુ સુંદર છે, ભાવપૂર્ણ છે. પણ તેમાંની કેટલીક ગાથાઓ તે. ખૂબ જ અંતરસ્પશી છે. એમાંની આ એક ગાથા છે. તેનું રટણ જીવને જે વારંવાર થતું રહે છે તે પિતાનું અંતર તપાસ થઈ જાય. સાધારણ રીતે એમ થતું નથી. બીજું બધું જ તપાસીએ છીએ. ઘરમાં, ઓફિસમાં, સમાજમાં, સંસ્થામાં, જ્યાં-જ્યાં તમારું મમત્વ જોડાયું છે, ત્યાં-ત્યાં ની એક-એક ચીજ અને એક-એક પ્રવૃત્તિની તપાસ રાખે છે, ઊંડા ઉતરી ઝીણી-ઝીણી વિગતે જાણી લે છે. પણ આ તે અહં અને મમનું કારણ છે. આ જ કરતા રહયા તે અહિં જ ફરી ફરીને જન્મ-મરણ કરવા પડશે. મમત્વ કઈ પણ દષ્ટિએ હિતકર નથી. પછી મેહભાવે, સ્વાર્થભાવે, કે અર્ડ માટે હેય-પણ અનર્થકારક છે. માટે જગતની તપાસ બંધ કરી, સ્વની તપાસમાં ઉતરી જાઓ. જગત જગતના ભાવે ચાલ્યું જશે. જે સમયે તેનું જેમ પરિણમન થવાનું હશે તેમ થયા કરશે. તું તારું સંભાળી લે. હા, માત્ર નિઃસ્વાર્થ ભાવે જે તારી ફરજો, તને સૂઝતી હોય તે બજાવી લે. પણ જ્યાં, જરા પણ સ્વાર્થ આવે, કે અહમને પિષવાની વૃત્તિ જાગે, તે બધું મૂકી દેજે પડતું. સાચી સમજણ તે આનું નામ છે. બુદ્ધિમત્તા પણ એ જ છે. વિચારી લેજે. “જ્યાં મારે આત્મા કલુષિત થતું હોય, અભાવ વધુ ને વધુ ઉછાળા મારતો હોય, ત્યાં હું રસ નહીં લઉં. જગતને તપાસવાનું છેડી દઈશ. હું મને તપાસીશ.” એ તપાસવાની વાત આ ગાથામાં બહુ સુંદર રીતે કરી છે. એટલે આત્મસિદ્ધિની કેટલીક ગાથાઓમાં, મને આ ગાથા બહુ પ્રિય છે. બંધુઓ! વારંવાર આનું રટણ કરજે.