________________ 259 લહયું સ્વરૂપ ના વૃત્તિનું પણ બહુ ગુસ્સો છે !" બાળકના અંતરમાં રહેલી લાગણીઓની અભિવ્યક્તિ આવા વિકારથી થતી હોય છે. પિતાની કે પિતાની માની કઈ ચીજને અડવા ન દે. તેમાં તેની લે-તૃષ્ણાની વૃત્તિ દેખાય છે. આ વિકાર છે. માત્ર કામગની વૃત્તિ એ જ વાસના કે વિકાર નથી પણ આત્માના સ્વભાવથી પર જઈ પળે પળે પ્રવર્તતી બધી જ વૃત્તિઓ વિકારી છે. માણસ, જીવનની શરૂઆત, બીજાને સમજાવવાની કે બીજાને સમજવાની શરૂઆત પણ આ વિકૃતિઓથી જ કરે છે. નાનું બાળક પણ પિતાના ભાવે ક્રોધ, લોભ, જીદ, હઠ દ્વારા અભિવ્યકત કરતે હોય છે. ઉંમરના વધવા સાથે તે વધુ વિકસે છે. અને આ વિકૃતિઓ જ જાણે સ્વભાવ હોય તેમ આપણે માન્યતા સાથે વણાઈ ગઈ છે. આ ભ્રમને તોડી પડશે. એને તોડવા માટે જ જ્ઞાનીઓએ વ્રતનું આયોજન કર્યું છે. અહી એક વાત ખાસ સમજવા જેવી છે. આપણું તીર્થકર, તીર્થકર કયારે કહેવાય ? જન્મથી ત્રણ જ્ઞાન હેય, દીક્ષા લે, અને ચોથું મન ૫ર્યવ જ્ઞાન થાય. તે પછી ધ્યાન-સાધના ચાલે અને કેવળજ્ઞાન પ્રગટ થાય. આટલે સુધી પહોંચે. આત્મ વિશુદ્ધિની દષ્ટિથી તે સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લીધું, પણ તે છતાં હજુ તીર્થકર ન થયા ! એ કેવળજ્ઞાની પરમાત્મા સાધુ-ધર્મ અને શ્રાવક-ધર્મ સમજાવે. સહુ સાંભળી લે. પણ જે કઈ વ્રત ગ્રહણ ન કરે તો પણ તેઓ તીર્થકર નહીં ! કેઈ સાધુનાં વ્રતો અને કેઈ શ્રાવકનાં વ્રતો ગ્રહણ કરે ત્યારે જ તીર્થનું પ્રવર્તન થાય અને તેઓ તીર્થકર કહેવાય. તો તીર્થકર થવામાં, તીર્થંકર નામ કર્મ રૂપ પુણ્ય પ્રકૃતિને ઉદય તે ખરે જ, પણ સાધુ-સાધ્વી અને શ્રાવક શ્રાવિકા ચારે ચ, વ્રતે ગ્રહણ કરી દેશ-વિરતી અને સર્વ-વિરતીના ભાવમાં આવે તે નિમિત્ત પણ ખરું બંધુઓ ! આના પરથી વિચારે કે વ્રત-ગ્રહણને મહિમા શું છે? પ્રભુ મોક્ષને માર્ગ પ્રરૂપે છે. મોક્ષમાર્ગમાં જે કંઈ મોટામાં મેટે અવરોધ હોય તે તે જીવની પિતાની વૃત્તિઓ જ છે. અને એ વૃત્તિઓ વતની લગામથી જ કાબૂમાં આવે છે. માટે જ વ્રત-ગ્રહણની વિશેષતા છે.