________________ લળ્યું સ્વરૂપ ના વૃત્તિનું ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની–અનંતદશની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના આત્મામાં પડેલી સર્વ વૃત્તિઓનું દર્શન કરાવે છે. આરાધનાના વિકાસની સાથે સ્વાભાવિક વૃત્તિઓની વૃદ્ધિ થતી જાય અને વૈભાવિક વૃત્તિઓને નાશ થતો જાય છે. આરાધનાને હેતુ સ્વભાવને વધુને વધુ સ્પષ્ટ કરવાનું છે. આપણે સ્વભાવને ભૂલી, વિભાવને જ સ્વભાવ સમજી, તેમાં જ નિમગ્ન છીએ. ત્રણે યોગની પ્રવૃત્તિઓ, આદત, ટેવ વગેરેને આપણે સ્વભાવ માનીએ છીએ. પણ ખરેખર એ સ્વભાવ નથી, સ્વાભાવની વિકૃતિ છે. આત્માના મૌલિક સ્વરૂપ પર લાગેલા મેહનીય કર્મ સજેલી વિકૃતિ છે. અન્ય કર્મો આત્મિક શક્તિ પર આવરણ નાખી દે પણ વિકૃતિ દર્શન પિદા કરતાં નથી. મેહનીય કર્મ તે આત્માના નિજ સ્વભાવને દાબી દઈ, એક નવી વિકૃતિ ઊભી કરે છે. દર્શન મેહનીય કર્મ સમ્યકત્વને દાબી, દઈ મિથ્યાત્વ રૂપ વિકાર તથા ચારિત્ર મોહનીય કર્મ આત્માની સ્વરૂપરમણ રૂપ ચારિત્રની શકિતને દાબી દઈ, કોધાદિ કષાય રૂ૫ રાગ દ્વેષની વિકૃતિ પેદા કરે છે. આ વિકૃતિઓ નાનામેટા બધા જ માં છે વત્તે અંશે હોય જ, અને આખે ય જીવન વ્યવસ્કાર આ વિકારોની સાથે જ ચાલતું હોય, એટલે આપણે તેને સ્વભાવ માની લીધે. જન્મથી સાથે જ લઈને આવેલ આ વિકારે બાલ્યકાળની પ્રવૃત્તિમાં પણ દેખા દે છે. છ-આઠ મહિનાના નાના બાળકમાં જે છે કાધ ? એના કોધની એની માને જ ખબર હોય. એ કહેતી હોય, “આવડે છે,