________________ તે ગરૂમાં જ મમત્વ ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની, પ્રભુ વીર જગતનાં ભવ્ય છ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમગ્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, આત્મ-વિચારણા જાગૃત થયા પછી જ થાય છે. આત્મ-વિચારણે સતત વતે તે આરાધનાનાં નિમિત્તો મળતાં જ રહે. ભાવમાં ઉત્કૃષ્ટતા જેટલી વધુ, તેટલા બાહ્ય નિમિત્તે પણ જલ્દી મળે. સાધના માટેનાં નિમિત્તે નથી મળતાં તેનું કારણ આપણા ભાની કચાશ. આત્મ-વિચાર રહિત માત્ર બાહ્ય ભાવે ધર્મની આરાધના કરનાર જીવ, અનેક પ્રકારના જૂઠા ભ્રમને સેવતો હોય. દેવ, ગુરુ અને ધર્મ વિષયક માન્યતા કે જ્ઞાનાદિ વિષયક તેની સમજણ ભૂલ ભરેલી હેય. આવો જીવ કયાં-ક્યાં ભૂલ્યા છે, એ બતાવતાં શ્રીમદ્જી કહે છે. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય અથવા નિજકુળ ધર્મનાં, તે ગુસમાં જ મમત્વ.... 24 પ્રત્યેક માનવને જેમ વ્યાવહારિક જીવનમાં માર્ગદર્શકની જરૂર હોય છે તેમ ધર્મ માગે ગુરુની આવશ્યકતા હોય છે. જેમ વ્યવહારમાં અનુભવી પુરુષને માર્ગ પૂછવા જઈએ છીએ, તેમ અધ્યાત્મ માર્ગે પણ આત્મ અનુભવી સંતે જ ગુરુના સ્થાને હોઈ શકે. આવી જેને જાણ નથી, અધ્યાત્મ માર્ગનું ભાન નથી, આત્મ-લક્ષ્ય જાગૃત થયું નથી એવા જીવે, ગુરુ તે ધારતા હોય, પણ એ માત્ર વેશધારી ! જેણે કેવળ બાહ્ય વેશ જ સળે છે, પણ અંતર ભેદ થયો નથી. ભેદ વિજ્ઞાન વડે દેહ–આત્માની ભિન્નતા અનુભવી નથી. આવા ગુરુને માનવાથી શ્રેય સધાય નહીં.