SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ તે ગુરુમાં જ મમત્વ 221 બાહ્યાચારની આવશ્યક્તા હોવા પછી પણ, લક્ષ્ય તે આત્મ અનુ. ભૂતિનું જ હોવું ઘટે. આપણી પરંપરામાં, સાધુને પંચ-મહાવ્રત તથા પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિના પાલનની પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે. મહાવ્રતની પ્રતિજ્ઞા નવ-નવ કેટિએ હેાય છે. મન, વચન, કાયાથી કરવું નહીં, કરાવવું નહીં, કરતાને અનુમોદવું નહીં. અહીં થોડું વિચારીએ. જીવનની બધી જ પ્રવૃત્તિઓ સાધુને પણ હાય જ છે, અને તે પ્રવૃત્તિ કરતાં પોપ ન થાય, હિંસા ન થાય, એવે સંભવ બહુ જ ઓછો છે. તેમાં ય વચન અને કાયા પર તે કાબૂ થઈ શકે પણ મન પર કાબુ કરે તે મુશ્કેલ છે છતાં સર્વ સાધુઓને પચ્ચકખાણ તે નવ કોટિનાં જ હોય ! આમ શા માટે ? બહુ ગહન રહસ્ય છે. પહેલી વાત તે એ કે આવી પ્રતિજ્ઞા હોય અને પ્રતિજ્ઞા પ્રત્યે વફાદાર હોય તો એ મનથી પણ હિંસા કરવા ઈચ્છે નહીં. અજાણતાં થઈ જાય તે જુદી વાત. પણ બુદ્ધિપૂર્વક–પ્રયત્નપૂર્વક હિંસા કરવાનો વિચાર જાગે નહીં. જે પ્રવૃત્તિમાં હિંસા થતી હોય, તેનાથી દૂર જ રહે, અને બીજું વારંવારના આવા પ્રયત્નથી તેમના અંતર પરિણામમાંથી જ હિંસાના ભાવે ઉતરી જાય. પછી તે હિંસા કરી શકે જ નહીં. એટલું જ નહીં પણ કોઈ જીવ જરા માત્ર પણ દુભાય, તે ય તેનાથી સહન ન થાય. પરિણામમાંથી હિંસક ભાવનું ઉતરી જવું એ જ છે ચરમ કેટીની અહિંસા. આવા જીને અંતરમાં પ્રગટેલી ભાવદયા, આચરણમાં દ્રવ્યદયા રૂપે આવતી હોય છે. તેમણે મહાવ્રત રૂપે કરેલે બાહ્ય ત્યાગ, અંતરજ્ઞાનના નિમિત્ત 5 પરિણમ્યું હોય છે. પણ જે જીને મહાવ્રત સ્વીકાર્યા પછી પણ અંતરની ભાવધારામાંથી હિંસા, જૂઠ, ચેરી મૈથુન અને પરિગ્રહના ભાવો છૂટી જતા નથી તેઓ મહાવ્રતનું બહુ જ રૂડી રીતે પાલન કરતા હોય, બહારના બધા જ આચાર-વિચારને પૂર્ણ પણે વળગી રહ્યા હોય તે પણ આત્મલક્ષ જાગૃત કરી શકતા નથી. અને પુરુષની કેટીમાં પહોંચી શકતા નથી. તેથી જ મહાવ્રતના પાલનને પણ બાહ્ય ચારિત્ર જ કહ્યું. બાહ્ય
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy