________________ 219 સમજે એહ વિચાર એ સમજતા હોય છે કે સર્વ જીવોનું પરિણમન સ્વતંત્ર હેય છે. કેઈના પરિણમનને ફેરવવું એ આપણું તાકાતની વાત નથી. માટે જે જીવ જેમ વર્તે જતા હોય તેના પ્રત્યે માધ્યસ્થ ભાવ રાખી, માત્ર જોયા કરે. પણ એવા જીવની એટલે કે મતાથી જીવની પરિણતિ કેવી હોય તે બતાવવા પાછળ હેતુ હોય છે. આગામાં પણ બન્ને પ્રકારના છનાં વર્ણન આવે છે જેઓ આરાધક ભાવે, ઉગ્ર તપ તેમજ ધ્યાન સાધના વડે મુક્તિને પામી ગયા તે બતાવતાંની સાથે વિરાધના કરનાર છવ, વિરાધક ભાવે સંસારમાં ભટકે છે, તે પણ બતાવ્યું છે. ગ્રન્થમાં સમરાદિત્ય કેવળીની કથા છે તે સાથે અનંત સંસાર વધારનાર અગ્નિશર્માની કથા પણ છે. શ્રી પાર્શ્વનાથને મહિમા ગાય છે તો કમઠની ઉદ્ધતાઈનું પણ વર્ણન છે. આ બતાવવાનો હેતુ એ જ છે કે જીવ પિતે પિતાના ભાવેને તપાસી વિરાધનાના માગે છે તે તેનાં માઠાં પરિણામને વિચારી આરાધનાના માર્ગે વળે. પાપાચાર છેડી, સદાચારને રાહ અપનાવે. જ્ઞાની પુરુષ વિરાધક જેનું વર્ણન કરી તેમની નિંદા કરવા નથી માગતા, વસ્તુ સ્થિતિનું ભાન કરાવવા માગે છે. અહીં શ્રીમદ્જી, એવા મતાથીનાં લક્ષણે પક્ષપાત છેડીને કહેવા માગે છે, જે આપણું પર ઉપકાર કર્યો છે. હવે પછીની ગાથાઓમાં મતાથીના એક–એક આંતર બાહ્ય ભાવેનું વર્ણન થશે. આપણે સહુએ એ ભાવોને સાંભળી આપણું પરિણામધારા સાથે તેની તુલના કરી, તજવાયેગ્ય ભાવને ત્યજવા પુરુષાર્થ કરીએ. આગળ મતાથીનાં લક્ષણે કેવાં હોય તે અવસરે કહેવાશે.