________________ 218 હું આત્મા છું જોડવામાં, તેનું પોષણ કરવામાં, તેને વધારવામાં જ ર–પ રહેતે હોય. એ માટેનાં સર્વ સાધનેની મુખ્યતા માની, તેમાં જ પિતાનું હિત સમજતા હોય. આમ મમત્વ અને મેહભાવના કારણે તેને આત્મલક્ષ્ય જાગૃત થાય નહીં. “આત્મા છું. નિરાગી નિષ્કામ શુદ્ધ, ચૈતન્ય દ્રવ્ય છું. સર્વ પર પદાર્થોથી નિરાળે છું. આવી ભાવના જાગે જ નહીં. તેના મન, વચન, કાયાના ગે માત્ર સંસાર ભાવમાં જ રમતા હોય. | વિચારો બંધુઓ ! રાતદિવસ અનેક વિચાર કરે છે. શાના હોય છે એ વિચારે? એક દિવસ તે એવું કરજે કે આ દિવસ જે વિચાર આવે તેને નેધ્યા કરે અને પછી જેજે કે ક્યા-ક્યા વિચાર આવ્યા. આત્માના કે આમા સિવાયના અન્ય ? મને લાગે છે કે કોઈભાગ્યવાનું જીવને જ આખા દિવસમાં પળ-બે પળ આત્મા યાદ આવતું હશે. બાકી તે સંસાર, સંસાર ને સંસાર! એ સિવાય કશું જ નહીં. અરે ! અહીં ધર્મ સ્થાનકમાં બેઠા છે ત્યારે પણ શેના વિચારો આવે છે? પરિણામધારા કઈ બાજુ વહેતી હોય છે ? સાચું કહેશે ? અહીં બેઠાં પણ આત્મા યાદ નથી આવતું ! તમારામાંથી કોઈ કહેશે કે “મહાસતીજી ! અહીં બેઠા હાઈએ એટલી વાર તે આત્મા યાદ રહે છે. તે પણ સારું ! એટલા તે ભાગ્યશાળી છે. પણ જેને અહીં બેઠા પણ આત્મા યાદ ન આવે તેના માટે શું કહેવું ? બંધુઓ ! મુમુક્ષુતા કયારે પ્રગટશે ? સંતના ચરણમાં બેસ-સત્સંગની સભામાં બેસીને પણ જે મુમુક્ષતા ન પ્રગટતી હોય, આત્મલક્ષ જાગૃત ન થતું હોય તે ક્યાં થશે ? જે નિત્ય સંસાર ભાવમાં જ રહે છે, ધર્મનાં તરને પણ સાંસારિક ભાવથી જ સેવે છે, એવા જીને મતાથી કહ્યા છે શ્રીમદ્જી હવે પછીની ગાથાઓમાં મતાથી જીવોને ઓળખાણ કરાવવા માગે છે તેઓ કહે છે તેહ મતાથી લક્ષણે, અહી કહયાં નિપક્ષ. મતાથી જીવે કેવા હોય ? તેનાં લક્ષણો પક્ષપાત હિત કહેવા છે. જ્ઞાની પુરૂષે તટસ્થ વૃત્તિ ધરાવતા હોય છે. તેમની દષ્ટિમાં સજ્જન પ્રત્યે રાગ નથી હોતું અને દુર્જન પ્રત્યે દ્વેષ નથી હોતો. તેઓ તે.